गुजरात
જામનગરમાં આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું: જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ | A biker passing through Ambedkar Bridge in Jamnagar had his throat cut by a kite string

![]()
જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જોકે તેની તબિયત સુધારા પર છે.
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો સમીર દલ નામનો 42 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને દિગજામ સર્કલ થઈને આંબેડકર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ ગઈ હતી, અને ડોકના ભાગે ઇજા થઈ હતી, અને લોહી લૂહાણ બન્યો હતો.
જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેની તાકીદની સારવાર કરવામાં આવી હતી. જોકે તેની હાલત સુધારા પર હોવાથી તેને રજા આપી દેવામાં આવી છે.



