गुजरात

નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of Rs 3 08 lakh from account holder bank account in Nadiad



– અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ 

– ઓટીપી વગર જ ગઠિયાઓએ અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરીને ઠગાઇ આચરી 

નડિયાદ : નડિયાદના પીજ રોડ પર આવેલી હોટલના મેનેજરના બેંક ખાતામાંથી ઓટીપી વગર ટ્રાન્જેક્શ કરી અન્ય ખાતામાંથી ૩.૦૮ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.  

શહેરના નહેરૂનગર વિસ્તારમાં રહેતા નવલકિશોરસિંગ રાજેન્દ્રસિંગ બોહરા ( રહે. ઉત્તરાખંડ) પીજ રોડ પર આવેલી હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા. ૪.૧૦૧.૨૦૨૫ના રોજ મોબાઇલ સીમ કાર્ડ બંધ થઇ જતા તેઓ કેર સેન્ટરમાં તપાસ માટે ગયા હતા અને આધારકાર્ડ લોક થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓએ તા. ૫મી ઓક્ટોબરે એચડીએફસી બેંકના ખાતામાં એટીએમમાંથી દસ હજાર ઉપાડયા બાદ બેલેન્સ ચેક કરતા કોઇએ ઓટીપી વગર જ ટ્રાન્જેક્શન કરી ૧.૯૯ લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. 

બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્જેક્શન કરી ૧.૦૮ લાખ મળી તબક્કાવાર ૩.૦૮ લાખ અન્ય ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઇ આચરી હતી. 

આ મામલે નવલ કિશોરસિંગ રાજેન્દ્રસિંહ બોહરાની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button