‘અમે ગ્રીનલેન્ડ અંગે કશું કૈં કરીશું જ : રશિયા અને ચાયના ત્યાં ઘૂસી જવા સંભવ છે’ : ડૉનાલ્ડ ટ્રમ્પ | ‘We will do something about Greenland: Russia and China are likely to invade there’: Donald Trump

![]()
– 500 વર્ષ પૂર્વે ત્યાં વહાણો લાંગર્યા તેથી તે તેમનું ન થઈ જાય
– ‘રશિયા અને ચાયના ત્યાં પ્રભાવ પાથરે તે પૂર્વે તેમને ગમે કે ન ગમે અમે ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવીશું, લીઝ પર લીધેલી જમીન પૂરતી ગેરન્ટી નથી’
નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાની ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેમને ગમે કે ન ગમે અમેરિકા તે પ્રદેશ માટે કશું કૈં કરશે જ.’ અમેરિકાના ટોચના ઑઇલ ગેસ એક્ઝિક્યુટીવ્સ સાથેની મીટીંગ સમયે મીડીયાને આપેલી મુલાકાતમાં પોતાના આ કથનને પુષ્ટિ આપતા ટ્રમ્પે કહ્યું કે, ‘જો અમે તેમ નહીં કરીએ તો ચાયના કે રશિયા તે પ્રદેશ પર કબ્જો જમાવી દેશે. અને રશિયા કે ચાયના અમારા પાડોશી બનશે જે અમે ચલાવી લેવા તૈયાર નથી. હું સરળતાથી સમજૂતી સાધવા ઇચ્છુ છું પરંતુ જો તેઓ તેમ ન કરે તો અમે ‘કઠોર’ રીતે પણ તેમ કરીશું.’
ડેન્માર્ક વિષે બોલતાં તેમણે કહ્યું, ૫૦૦ વર્ષ પૂર્વે ત્યાં વહાણો લાંગર્યા (વાઇકીંગ્સે) તેનો અર્થ નથી કે તે ભૂમિ તેની થઈ જાય.
અમારી પણ કેટલીય બોટો ત્યાં પહોંચી છે બાય ધ વે હું ડેન્માર્કને ચાહુ છું તેઓ મારી સાથે વર્તાવ પણ ઘણો સારો રાખે છે પરંતુ તેઓ અત્યારે ગ્રીનલેન્ડની બહાર જુઓ તો ત્યાં રશિયન ડીસ્ટ્રોયર્સ છે. ચાયનીઝ ડીસ્ટ્રોયર્સ પણ છે તેથી પણ વધુ રશિયન સબમરીન પણ છે. ગ્રીનલેન્ડની ચારે તરફ તે જોવા મળે છે. રશિયા કે ચાયના તેની ઉપર કબ્જો જમાવે તે અમે ચલાવી લેવાના નથી તેથી જ અમે ‘તેમ’ કરવા માગીએ છીએ. જો તેઓ તેમ નહીં કરે તો, અમે ગ્રીનલેન્ડ વિષે તેમને ગમે કે ન ગમે છતાં અમે તે અંગે કશું કૈં કરવાના જ છીએ તે સરળ રીતે પણ હોઈ શકે કે કઠોર રીતે પણ હોઈ શકે.
તેઓએ વધુમાં કહ્યું લીઝ ઉપર લીધેલી જગ્યા કૈં કાયમ રાખી શકાતી નથી માટે સંરક્ષણ માટે અનિવાર્ય હોય તેવા સ્થાનો ઉપર તમારો કબ્જો હોવો જ જોઈએ.
ઇરાન વિષે પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે જબરજસ્ત પ્રહારો કરતા કહ્યું : ‘જો તેઓ (ઇરાનની સરકાર) તેમણે પહેલા કહ્યું હતું તેમ, તેના લોકોની હત્યાઓ કરવાનું ચાલુ જ રાખશે તો તેને બમણો પ્રતિભાવ આપવો જ પડે. ઇરાન ખરેખર ભયંકર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ત્યાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ફુગાવો, બેકારી અને મુલ્લાઓની દાદાગીરી સામે લોકો રણે ચઢ્યા છે અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી જ રહ્યા છીએ જો તેઓ લોકોની હત્યા કરવાનું ચાલુ રાખશે તો અમારે તેમાં સંડોવાવું જ પડશે. અમે તમને ત્યાં મારીશું કે જ્યાં તેને વધુમાં વધુ વાગે. એક સમયે ઓબામા પાછા હટયા હતા તેથી ઇરાને તેના લોકોને મારવાનું ચાલુ રાખ્યું અમે અત્યારની પરિસ્થિતિ ઉપર તીવ્ર નજર રાખી રહ્યા છીએ.’


