गुजरात

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay away from bribe



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર 

કન્ટેઈનર ક્લિયર કરાવવા માટે કસ્ટમ્સના અધિકારીઓને આપવાને નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ આયાતકાર અને નિકાસકાર પાસેથી પૈસા ઉઘરાવે તો તેને માટે કસ્ટમ્સ અધિકારી જવાબદાર ન હોવાની જાણ કરતી એક જાહેર નોટિસ ચેન્નઈના કસ્ટમ્સ કમિશનરે બહાર પાડી છે. ગુજરાત, મુંબઈ સહિતનાદ ેશના દરેક પોર્ટ કે એરપોર્ટ પરથી કન્સાઈનમેન્ટ ક્લિયર કરાવવા માટે આયાતકાર અને નિકાસકારોએ વધારાના નાણાં ચૂકવવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડિપાર્ટમેન્ટની ઇમેજ જાળવવા આયાત-નિકાસકારના કન્સાઈનમેન્ટ ક્લિયર કરવા અધિકારીઓ કોઈ જ રૃપિયા ન માગે

જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ્સની આ પ્રથાને પરિણામે આયાતકારો અને નિકાસકારોને મુશ્કેલી પડી રહી છે.પરંતુ તેને કારણે કસ્ટમ્સની ઇમેજનો પણ ધક્કો લાગી રહ્યો છે. તેમ જ આયાતકારો અને નિકાસકારો તમામ નિયમોનું સ્વૈચ્છાએ પાલન કરે તેવા પ્રયાસો સફળ થવામાં પણ અવરોધ ઊભા થઈ રહ્યા છે. જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પ્રામાણિકતા, પારદર્શકતા અને નિષ્પક્ષપાતી અભિગમને વળગી રહેવા માગે છે. તેમ જ અસકારક રીતે અને જવાબદારી પૂર્વક કાામગીરી કરવા માગે છે

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કેકસ્ટમ્સ અધિકારીઓ તેમની સત્તાવાર ફરજ બનાવવા માટે કોઈપણ લાભ મેળવી શકતા નથી. તેઓ કોઈ લાભ મેળવવાનો પ્રયાસકરે તો તેને પરિણામે સેન્ટ્રલ સિવિલ સર્વિસ કન્ડક્ટ રૃલ્સ ૧૯૬૪નો ભંગ થાય છે. આ ગુનો પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ સજાને પાત્ર ગુનો બને છે. તેથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને કસ્ટમ્સ અધિકારીઓને આ રીતે કોઈ જ લાભ ન કરાવવાની વિનંતી કરવામાં આવે છે. કસ્ટમ્સ હેન્ડલિંગ ચાર્જને નામે લાંચ લેવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓને પણ આ રીતે ગેરકાયદે લાભ લેવાથી દૂર રહેવાની સૂચના આપવામં આવી છે.



Source link

Related Articles

Back to top button