Watch: ‘ક્રિશ 4’ની તૈયારી શરૂ! ઋતિક રોશને 52 વર્ષની ઉંમરે બતાવી ફિટનેસ, વર્કઆઉટનો વીડિયો વાઈરલ | Krrish 4 Update Hrithik Roshan Teases Superhero Comeback with Intense Workout Video

![]()
Krrish 4 Update: બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશને 10 જાન્યુઆરીના દિવસે તેનો 52મા જન્મદિવસ મનાવ્યો છે. ઋતિકની ફિલ્મ જોવા માટે ફેન્સ ઉત્સુક રહે છે. ઋતિકની સુપરહીરો અવતાર ‘ક્રિશ’ ફિલ્મના ફેન્સે વખાણ કર્યા. લોકો ક્રિશ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઋતિક વર્કઆઉટ કરતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
‘ક્રિશ 4’ની તૈયારી શરૂ!
ઋતિકની ‘ક્રિશ 4’ ફિલ્મ ઘણાં વર્ષથી ચર્ચામાં રહી છે. ઋતિકના પિતા રાકેશ રોશને ઘણી વખત જણાવ્યું છે કે, ક્રિશ ફિલ્મના આગળના પાર્ટ પર વહેલીતકે કામ શરૂ કરશે. ગત વર્ષે રાકેશ રોશને ‘ક્રિશ 4’ ફિલ્મનું એનાઉન્સ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ ફિલ્મ ઋતિક રોશન ડાયરેક્ટ કરશે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ ક્યારથી શરૂ કરાશે તેને લઈને કોઈ અપડેટ નથી.
ઋતિકે બર્થડે પર ‘ક્રિશ 4’ ફિલ્મને લઈને હિન્ટ આપ્યું છે. એક્ટરે એક ફિટનેસ વર્કઆઉટનો વીડિયો hrxbrand નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં ઋતિક જીમમાં સખત મહેનત કરતો જોવા મળે છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ક્રિશ ફિલ્મનું ગીત ચાલતું હોય છે. આશા છે કે, ઋતિક આ મહેનત ક્રિશના આગામી પાર્ટ માટે કરી રહ્યો હોય.
વીડિયોની શરૂઆતમાં ઋતિક સિક્સ પેક એબ્સ અને ટોન્ડ બોડીમાં જોવા મળે છે. વીડિયોમાં ઋતિક કહે છે કે, ‘હજુ ડાન્સ સીખવો છે.’ ઋતિક તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદની સાથે પણ વર્કઆઉટ કરતો જોવા મળે છે.
ઋતિક રોશનની ‘ક્રિશ 4’ ક્યારે રિલીઝ થશે?
વીડિયોના અંતે ઋતિકની ફિલ્મ ‘ક્રિશ’ના કેટલાક ફોટા તેના સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આ વીડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ઋતિક ટૂંક સમયમાં ‘ક્રિશ 4’નું શૂટિંગ શરૂ કરશે. ‘ક્રિશ 4’ અંગે રાકેશ રોશને અગાઉ કહ્યું હતું કે, તેઓ આ ફિલ્મ 2027માં રિલીઝ કરવાની યોજના છે.
આ પણ વાંચો: ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા પર ઇમરાન હાશ્મીનો કટાક્ષ! કહ્યું- ‘આ તો ગંદી માનસિકતા છે’
બોલિવૂડ હંગામા સાથે વાતચીતમાં ફિલ્મમેકરે જણાવ્યું હતું કે, ‘સ્ક્રિપ્ટથી વધારે ફિલ્મના બજેટનો ઉકેલ લાવવામાં સમય લાગ્યો હતો. જોકે, તેનો ઉકેલ આવી ગયો છે અને ફિલ્મની તૈયારી પણ પૂરજોશથી ચાલી રહી છે.’ રાકેશ રોશને કહ્યું હતું કે, ‘વર્ષ 2026 વચ્ચે ક્રિશ 4ની શૂટિંગ શરૂ થશે. આમ પૂર્ણ પ્લાનિંગ બાદ શૂટિંગ શરૂ કરાશે.’



