સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને | west bengal mamata banerjee government files caveat in sc amid ed raids on i pac company

![]()
Mamata Banerjee Government Files Caveat: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા I-PACના કાર્યાલયમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા દરોડા પાડવામાં આવતા રાજનીતિક વિવાદ પેદા થઇ ચૂક્યો છે. રાજ્ય સરકારે આ ચૂંટણી સમયે વિપક્ષને નિશાન બનાવવાની કાર્યવાહી ગણાવી છે, જ્યારે બીજી તરફ ઇડીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર પર ગંભીર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ઇડીએ આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળ સરકાર ઇડીની તપાસમાં સતત દખલ કરી રહી છે. ઇડીએ આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ સરકાર તેની તપાસ અને સર્ચ ઓપરેશનમાં સતત દખલ કરી રહ્યા છે અને કામમાં અવરોધ પેદા કરવામાં આવી રહ્યો છે.
ઇડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
સુપ્રીમ કોર્ટમાં ઇડી દ્વારા દાખલ અરજીમાં જણાવ્યું છે કે, ગુરુવારે જ્યારે એજન્સીએ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઇ-પેક)ના મુખ્યાલય અને કોલકાતામાં તેના નિર્દેશક પ્રતીક જૈનના ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની તરફથી અવરોધ પેદા કરવામાં આવ્યા.
એજન્સીએ સુપ્રીમ કોર્ટ પાસે કરી માંગણી
ઇડીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી છે કે, તેને નિષ્પક્ષ અને કોઇ પણ પ્રકારનાં દબાણ વગર તપાસ માટેની પરવાનગી આપવામાં આવે. આ ઉપરાંત એજન્સીએ તેવી પણ માંગ કરી કે, કોઈપણ રાજ્ય સરકારને કેન્દ્રીય તપાસ એજન્સીઓના કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.
આ પણ વાંચો: ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત
મમતા સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ પિટિશન દાખલ કરી
ઉલ્લેખનીય છે કે, અગાઉ મમતા બેનર્જી સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ પિટિશન દાખલ કરી દીધી છે. આ કેવિએટમાં બંગાળ સરકારે અપીલ કરી છે કે, સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ આપતા પહેલા બંગાળ સરકારનો પક્ષ સાંભળે. સુત્રો અનુસાર ઇડી આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવા અંગે વિચારી કરી રહી છે. એજન્સી હાલના કાયદાકીય વિકલ્પોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તમામ પ્રકારની સંભાવના પર મંથન કરી રહી છે. કેવિએટ દાખલ થયા બાદ કોર્ટને બંન્ને પક્ષોને સાંભળવાની ફરજ પડે છે.
I-PAC વિવાદની શરૂઆત
ગુરૂવારે ઇડીએ કોલસા તસ્કરી અને મની લોન્ડ્રિંગ મામલે આઇપેકના કોલકાતા ખાતેની ઓફિસ અને તેના ડાયરેક્ટર પ્રતીક જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એજન્સીનો દાવો છે કે, આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્ચ માટેના સ્થળો પર ઘુસીને પુરાવાઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પોતાના કબ્જામાં લઇ લીધા છે. ઇડી અને ટીએમસીએ આ મામલે એકબીજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મમતા સરકારે ઇડી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ત્યાર બાદ ઇડી પર અધિકારી ક્ષેત્રની બહાર પગલું ઉઠાવવાનો આરોપ લગાવ્યો. ઇડીએ કોલકાતા હાઇકોર્ટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી, આ આરોપ લગાવતા તેમણે પોલીસની મદદથી જૈનના ઘરેથી એજન્સીઓના કબજામાં રહેલા પુરાવાઓને હટાવી દીધા હતા.
TMCનો આરોપ ચૂંટણીની રણનીતિ પર હુમલો
ટીએમસીનો આરોપ છે કે, ઇડીનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારની તપાસ નહીં પરંતુ ચૂંટણીની રણનીતિ અને ગુપ્ત ડેટા ચોરવાનો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ઇડી અધિકારી સવારે 6 વાગ્યે પહોંચ્યા જ્યારે 11.45 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા. કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગ અને વિપક્ષી પાર્ટી ભાજપને અનેક રાજ્યોમાં સત્તા અપાવવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: ‘ઇસ્લામિક નાટો’માં સાઉદી અરેબિયા બાદ હવે તૂર્કિયેની એન્ટ્રી પાક્કી! અમેરિકા-ઈઝરાયલ ઍલર્ટ



