गुजरात

કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub station sicurity guard firing



કરજણ તા.૧૦ કરજણ ખાતે ધાવટ રોડ ઉપર આવેલા વીજ નિગમના સબ સ્ટેશનમાં ગઇ મોડી રાત્રે ચોરી કરવા આવેલા ચોરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણ થઇ હતી. ગાર્ડે એક ચોરને ગોળી વાગતા ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે.

કરજણ ધાવટ રોડ ઉપર આવેલ વીજ નિગમના સબ સ્ટેશનમાં રાખેલા વીજ સામાન ચોરી કરવા માટે રાત્રે ચાર ચોરો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તે સમયે ચોરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતાં તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. 

આ ગોળીબારમાં એક ચોરને હાથમાં ગોળી વાગતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને બે તસ્કરોને પકડી પાડયા હતા જ્યારે અન્ય બે ચોર અંધારાનો લાભ લઈ ફરાર થયા હતા.

આ ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.પોલીસ દ્વારા પકડાયેલા ચોરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે ફરાર થયેલા અન્ય ચોરોને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.



Source link

Related Articles

Back to top button