राष्ट्रीय

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in ayodhya man was caught offering namaj



Security Breach At Ram Temple In Ayodhya: અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં નમાઝ પઢવાના આરોપમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં એક યુવતી પણ સામેલ છે. એક યુવક, એક યુવતી તથા એક 56 વર્ષનો શખસ મદનીર પરિસરમાં ઘૂસી આવ્યા હતા. જોકે હજુ સુધી તેમની ઓળખની પુષ્ટિ થઈ શકી નથી. 

આ ત્રણેય રામ મંદિરમાં પ્રવેશ્યા, પછી એક શખસ સીતા રસોઈ પાસે નમાઝ પઢવા બેસી ગયો. જે બાદ સુરક્ષાકર્મીઓ દોડ્યા અને તેને અટકાવ્યો. ત્રણેય આરોપીઓ ખુદને કાશ્મીરના હોવાનું ગણાવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સુરક્ષાકર્મીઓ જ્યારે નમાઝ પઢવાથી અટકાવી રહ્યા હતા ત્યારે આ ત્યાં નારાબાજી પણ શરૂ કરવામાં આવી હતી. 

સઘન તપાસ હાથ ધરાઈ

ઘટનાની સૂચના મળતા જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના ઈરાદા અને પૃષ્ઠભૂમિની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

રામ મંદિર ટ્રસ્ટ સમગ્ર મામલે મૌન

આ ઘટના આજે સવારે બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે.

આ પણ વાંચો: ‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ

સુરક્ષા એજન્સીઓ તમામ પાસાની તપાસ કરી રહી છે

સૂત્રોનું કહેવું છે કે, આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ તમામ પાસાની તપાસ કરી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા અથવા તો કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ઉભી ન થાય. 



Source link

Related Articles

Back to top button