राष्ट्रीय

‘ચૂંટણી આવતા જ EDને દસ્તાવેજો યાદ આવે છે’, કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર | kapil sibal Statement on ed action elections west bengal



Image Source: IANS

Kapil Sibal Statement On ED: પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)ની કાર્યવાહીને લઈને રાજ્યથી લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે આ કાર્યવાહીને લઈને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી આવતા જ તપાસ એજન્સીઓને અચાનક દસ્તાવેજોની યાદ આવી જાય છે અને તેનો ઉદ્દેશ માત્ર વિપક્ષી નેતાઓને હેરાન કરવાનો હોય છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સિબ્બલે પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીનો મામલો ઉઠાવ્યો.

તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં જ્યાં ભાજપ ચૂંટણી નથી જીતી શકતી, ત્યાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને હેરાન કરવા માટે ઈડીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોઈપણ તપાસ એજન્સી કોઈ કાર્યાલયમાં જઈને તમામ ફાઈલો કેવી રીતે લઈ જઈ શકે છે. જો કોલસા કૌભાંડની તપાસ કરવી હોય તો તેનાથી જોડાયેલી ફાઈલો લો, પરંતુ દરેક ફાઈલ લઈ જવી કયા અધિકારમાં છે? કોઈપણ તપાસ એજન્સીએ આવું કરવાનો હક નથી.’

આ પણ વાંચો: ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

વિપક્ષી નેતાઓને ડરાવવા માટે થઈ રહ્યો છે EDનો ઉપયોગ: સિબ્બલ

કપિલ સિબ્બલે ઈડીને એક સર્વવ્યાપી એજન્સી તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ કાયદો લાગુ કરવાનો નથી, પરંતુ વિપક્ષી નેતાઓને ડરાવવા અને હેરાન કરવાનો છે. પશ્ચિમ બંગાળમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જાણીજોઈને વિવાદ ઉભો કરાઈ રહ્યો છે.

ચૂંટણી સમયે જ આવી કાર્યવાહી શા માટે થાય છે?: સિબ્બલ

સિબ્બલે વધુમાં કહ્યું કે, ‘ચૂંટણી સમયે જ આવી કાર્યવાહી શા માટે ઝડપી બની જાય છે. કોલસા કૌભાંડ કોઈ નવો મામલો નથી, આ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. પણ હવે અચાનક કાર્યવાહી શા માટે?’ રાજ્યસભા સાંસદે યુપીએ સરકારના કાર્યાલય (2004-2014)ને યાદ કરતા કહ્યું કે, ‘તેને આ સમયે આ પ્રકારના સમાચારો સમાચાર પત્રોમાં નહોતા આવતા. યુપીએ સરકારે ઈડીને ખુલી છૂટ નથી આપી. તે સમયે કોઈપણ રાજનીતિક પાર્ટી કે નેતા વિરુદ્ધ ખોટી માહિતીના આધારે કાર્યવાહી નહોતી કરાઈ.’

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, પરિસરમાં નમાઝ પઢતા એક યુવકને પોલીસે દબોચ્યો



Source link

Related Articles

Back to top button