गुजरात

રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ | Rajkot is lucky: Debut place of cricketers like Manjrekar Mongia Chamindawas



14મીએ ભારત-ન્યુઝીલેન્ડની મેચના પગલે છવાતો ક્રિકેટફિવર : જૂના માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં સૌથી વધુ શ્રીલંકાનાં 3, ભારતનાં 2 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું 

રાજકોટ, : સાઉથ આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીને બાદ કરતા વન-ડે અને ટી-20માં ભારતીય ટીમે ઉમદા દેખાવ કરી બંને શ્રેણી જીતી છે અને હવે ન્યુઝીલેન્ડ સાથે તા. 11થી ઘરઆંગણે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. જેમાં પ્રથમ મેચ તા. 11મીએ વડોદરા બાદ તા. 14નાં રાજકોટ તથા તા. 18 ઇંદોર ખાતે ત્રીજો મેચ રમાશે. જેમાં બન્ને ટીમમાં કોઈ નવોદિત ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાનો નથી, પણ રાજકોટની વાત કરીએ તો અનેક નામી ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ રહ્યું છે.

રાજકોટનાં જૂના માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ અને હાલના નવા નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં ભારત, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, ઇંગલેન્ડ સહિતની ટીમનાં ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી અત્યારે સુપરસ્ટાર બની ચુક્યા છે. જેમાં સૌથી વધારે શ્રીલંકા-3, ભારતનાં-4, વેસ્ટ ઇન્ડિઝનાં-2, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયાનાં 1-1 ખેલાડીઓએ રાજકોટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 1988માં રવિ શાસ્ત્રીની કેપ્ટનશી હેઠળ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી વન-ડેમાં કરેબિયન ટીમનાં ડેવિડ વિલિયમ્સ અને ભારત તરફથી સંજય માંજરેકરે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. માંજરેકરે પ્રથમ મેચમાં 19 બોલમાં 19 રન કર્યા હતા. 1994માં અજુરૂદ્દીનની કપ્તાની હેઠળ રમાયેલી શ્રીલંકા સામેની વન-ડેમાં ભારતનાં વિકેટ કિપર નયન મોંગિયા અને શ્રીલંકાનાં પેસ બોલર ચામિંદા વાસ અને નિશલ ફર્નાડોએ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

વર્ષ 1999માં ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચમાં કિવિઝના સ્કોટ સ્ટાયરિસએ રાજકોટથી ક્રિકેટની શરૂઆત કરી ઉમદા ઓલ રાઉન્ડનું બિરૂદ મેળવ્યું. છેલ્લે સિંધિયા ગ્રાઉન્ડમાં રમાયેલી 15 ડિસે. 2009માં ભારત શ્રીલંકાની મેચમાં શ્રીલંકાના ચનાકા વેલેગેડરાએ બે વિકેટ ખેડવી ક્રિકેટ કેરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં નિરંજન શાહ (ખંઢેરી) ગ્રાઉન્ડમાં રમાયેલા મેચમા પણ ભારત સહિતનાં અન્ય ટીમનાં ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. વર્ષ ૨૦૨૩માં રમાયેલા ભારત ઇંગ્લેન્ડના વન-ડેમાં ઇંગ્લેન્ડના જો-રૂટ એ ક્રિકેટની શરૂઆત કરી અત્યારે ઉમદા બેસ્ટમેન બન્યો છે. 

આંતરરાષ્ટ્રીય ટી-20માં 2013માં ઓલ્ટ્રેલીયાનાં બેસ્ટમેન નિક મેડિસન, 4 નવે. 2017માં ભારત-શ્રીલંકાના મેચમાં મહોમદ સિરાજે ક્રિકેટના ફાસ્ટ કહેવાતા ટી-20માં કારર્કિદીની શરૂઆત કરી હતી. ઉપરાંત 17 જાન્યુ. 2022માં રમાયેલા ભારત-દ.આફ્રિકાના મેચમાં મહેમાન ટીમનાં માર્કો જેન્શનએ પણ રાજકોટથી ક્રિકેટની શરૂઆત કરી હતી. ભારત-ઇંગલેન્ડની પ્રથમ ટેસ્ટમાં ઇંગલેન્ડમાં હાસિદ હમિદએ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ- 2015માં રમાયેલી ભારત-વેસ્ટઇન્ડિજ ટેસ્ટમાં ભારત તરફથી પૃથ્વી શોએ ક્રિકેટમાં ડેબ્યુ કરી પહેલી ઇનિંગમાં સદી (134) રન ફટકાર્યા હતા. વેસ્ટઇન્ડિઝ તરફથી સિરમોન લિવીસએ ટેસ્ટ કારર્કિદીની શરૂઆત કરી હતી.



Source link

Related Articles

Back to top button