गुजरात

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળકો નોંધારા બન્યા | Chhota Udaipur News NH 56 Laborer dies after falling from tractorBodeli Police Road Accident


Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં હાલ નેશનલ હાઈવે 56 ચાર લેન (નસવાડી તાલુકાના ધામસિયા થી બોડેલી તાલુકાના જબુગામ સુધી) બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં રોડની સાઇડમાંથી વૃક્ષો કાપીને જંગલ ખાતાના ડેપોમાં લઈ જવાના કામકાજ દરમિયાન કરૂણ ઘટના ઘટી છે, લાકડા ભરેલા ટ્રેક્ટરમાંથી મજૂરી અર્થે આવેલો એક યુવક પડી જતાં તેનું કંપારીભર્યું મોત થયું છે. મૃતક બે બાળકોના પિતા છે, પત્ની 24 વર્ષની ઉંમરે વિધવા બની છે!

ઓવરલોડ લાકડાને કારણે બની ઘટના?

નર્મદા જિલ્લાના ઝરવાણી ગામનો રાજેશ સનિયાભાઈ વસાવા લાકડા ભરેલા ટ્રેક્ટરમાં બેઠો હતો, ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તે ટ્રેક્ટરમાંથી પટકાઈ ટાયરમાં આવી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. મૃતકના સગાઓનો આક્ષેપ છે કે ગેરકાયદે રીતે ટ્રેકટર લાકડા ભરવાની કામગીરી ચાલી રહી હતી, ઓવરલોડ લાકડા ભરેલા હતા જે દોરડાથી પણ બાંધેલા ન હતા, ટ્રેક્ટર ખેતી માટેના ઉપયોગનું હતું જેમાં લાકડા ભરી શકાય નહીં, પણ રોડ બનાવનાર કોન્ટ્રાકટરો અને અધિકારીઓ મજબૂરીનો ફાયદો ઉઠાવી મજૂરી કરતાં આદિવાસી સમાજના મજૂરોને મોતના મુખમાં ધકેલે છે. કોઈ પણ સુરક્ષા વગર ઓવરલોડમાં લાકડા હેરફેર કરવાનું કામકાજ થઈ રહ્યું હતું. 

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળકો નોંધારા બન્યા 2 - image

ધારાસભ્ય અને સાંસદે મદદની આપી ખાતરી

મૃતકના પરિવારજનો અકસ્માત થયા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા. જે બાદ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાએ મૃતકના પરિવાર માટે ગ્રામજનોની માંગણી સ્વીકારી હતી. પરિવારને આર્થિક મદદ મળે તે માટે  ત્રણ લાખ રૂપિયા અપાવવાની ખાતરી આપી હતી. 

માણસની જિંદગીની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા?

અહીં સવાલ એ ઊભો થાય છે કે ક્યાં સુધી ગરીબ મજૂરોનો જીવ આમ જ જતો રહેશે, તેના બે નાના બાળકો અને 24 વર્ષની પત્નીનું શું? કેમ કોન્ટ્રાકટર કે અધિકારીઓ મૃતકના પરિવારની મદદે ન આવ્યા કે ન કોઈ આર્થિક સહાય કરી, શું માણસની જિંદગીની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા છે?  હાલ તો વસાવા પરિવાર પર આફત આવી પડી છે, બે બાળકોના માથેથી મોભી છીનવાઇ ગયો છે, પત્ની આક્રંદ અને વલોપાત કરી રહી છે. 

મૃતકના પરિજનોએ કરી આર્થિક સહાયની માગ

મૃતકના સગા  ધીરજ વસાવાએ કહ્યું કે, ‘અમારા જ ગામનો યુવક કામ અર્થે પાણેજ ગામ ગયો હતો, અમને જણાવાયું છે કે તે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પડી ગયો હતો,  એ ટ્રોલીમાં 300 મણ જેટલા લાકડા ભરેલા હતા. જે ઓવરલોડ હતા, જે લાકડાઓ રાતોરાત ભરાઈ ગયા અને ઘટનાસ્થળે નવા લાકડા મૂકી દીધા, અમારા ગામના મૃતક ભાઈ અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે અને આર્થિક સહાય મળે’

આ પણ વાંચો: અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

પોલીસે ચાર અલગ અલગ કલમો હેઠળ નોંધ્યો ગુનો

બોડેલી પોલીસ સ્ટેશનના PSIના જણાવ્યા અનુસાર, ‘મજૂરો લાકડા ભરી ગોડાઉનમાં ખાલી કરતાં હતા, કદાચ ટ્રેક્ટર થોડું ઝડપી ચલાવતા હતા જેથી એક મજૂર પડી ગયો હતો. જે બાદ તે ટ્રેક્ટર નીચે આવી જતાં તે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ લાવવામાં આવેલો હતો. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેની સાથે કામ કરતાં મજૂરોની ફરિયાદ લેવામાં આવેલી છે, બોડેલી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 281 તેમજ 106/1, MV એક્ટની કલમ 177, 184, મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.’



Source link

Related Articles

Back to top button