गुजरात

કાલાવડ નજીક એક ભરડીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા | Theft in a Bhardiya near Kalavad solved: Kalavad rural police nab three accused



Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોડા ગામે આવેલ ભરડીયામાં થયેલ કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. અને ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા છે. તથા ચોરાઉ વાયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામે આવેલ હાલાર સ્ટોન ક્રસરમાંથી કુલ 185 મીટર જેટલો કોપર વાયર તથા બે નંગ પીતળધાતુની ટોગલ પીન ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. હોય જે ગુન્હો વણઉકેલાયેલ હોય જે અંગે પોલીસ ઇન્સપેક્ટરએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સુચના આપી હતી. દરમ્યાન પો.સ્ટે.ના સ્ટાફને મળેલી બાતમી મળી હતી કે ચોરી કરનાર આરોપી મોટરસાઈકલ લઇને પોતાની સાથે ચોરીના મુદામાલ સાથે ભાવાભી ખીજડીયા ગામ તરફથી દાણીધાર પાટીયા તરફ આવી રહ્યા છે. આથી દાણીધાર મંદીરના પાટીયા પાસેથી આરોપીઓને ચોરી કરેલા કોપર વાયર તથા ચોરીમાં ઉપયોગ કરેલા હથીયાર તથા એક મોટર સાયકલ સાથે ઝડપી લેવાયો છે.

 ઝડપાયેલા આરોપીઓમાં સંજયભાઇ પરષોત્તમભાઇ મેનવા (ઉ.વ.26, રહે સેનવાવાસ ગોઠડા. ટીંબા રોડ ગોઠડા ગામ તા.ગોધરા જી.પંચમહાલ), સુનિલકુમાર પરષોત્તમભાઇ સેનવા (ઉ.વ.૨૩, રહે. સેનવાવાસ ગોઠડા, ટીંબા રોડ ગોઠડા ગામ તા.ગોધરા જી.પંચમહાલ) અને સુધાબેન પરષોત્તમભાઈ સેનવા (ઉ.વ.45, રહે.સેનવાવાસ ગોઠડા, ટીંબા રોડ ગોઠડા ગામ તા.ગોધરા જી.પંચમહાલ) નો સમાવેશ થાય છે. તેઓ પાસેથી કોપર કેબલ કુલ 185 મીટર કિ.રૂ.22470 તથા

 બે નંગ પીતળધાતુની ટોગલ પીન જેની કિ.રૂ.50000 અને એક સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.50000, રૂ.10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન ઉપરાંત દાંતરડા નંગ-2 મળી કુલ રૂ.1,32,510 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button