દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic and foreign liquor

![]()
– યીસ્ટ અને અખાદ્ય (સડેલા) ગોળ નો સપ્લાય કરતા બે વેપારી પોલીસ સકંજામાં
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી, વિદેશી દારૂ, આથી બેરલ મળી રૂા. 1.47 લાખનો મુદામાલ કબ્જે લીધો
ભાવનગર : એલસીબીએ ત્રણ દિવસ દરમિયાન આડોડિયાવાસમાં કરેલ દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી મહિલા સહિત બેને પકડી પાડયા હતા.જ્યારે આ કેસમાં દાણાપીઠ, નદિમ ટ્રેડર્સમાંથી અખાદ્ય (સડેલા) ગોળ વજન-૩૦૦ કિલોનો જથ્થા સાથે એક વેપારી તથા યીસ્ટના વેપારીને મળી કુલ સાતને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર, એલસીબી. દ્રારા ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતાં નીતાબેન સરજુભાઇ રાઠોડના રહેણાંક મકાને ચાલતી દેશીદારૂની ભઠ્ઠીની મળેલ બાતમી આધારે દરોડો પાડી દેશી દારૂ લી.૨૨૯ કિ.રૂ.૪૫,૮૦૦, ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૫૨ કિ.રૂ.૧૮,૦૦૦,આથો લી.૩૨૨૫ કિ.રૂ.૮૦,૮૨૦, નાના મોટા બેરલ નંગ-૨૫ કિ.રૂ.૩,૫૦૦ મળી કુલ રૂ.૧,૪૭,૯૨૫ ના મુદ્દામાલ સાથે ક્રિષ્ના કાલીચરન તોમર (રહે આડોડીયાવાસ, ભાવનગર મુળ-સાયકાપુરા, તા.ફતૈહાબાદ, આગ્રા, ઉત્તરપ્રદેશ ) ભાગીરથ કાલીચરન જાદૌન ( રહે, આડોડીયાવાસ, ભાવનગર મુળ-નીચા ખેડા તા. ફતેહાબાદ, જી.આગ્રા, ઉત્તરપ્રદેશ ).નીતાબેન સરજુ વજુભાઇ રાઠોડ ( રહે.આડોડીયાવાસ, ભાવનગર ) ભાવેશ ઉર્ફે ભુરો જગદીશભાઇ ઉર્ફે કાળુ રાઠોડ ( રહે.કતલખાનાની સામે, આડોડીયા વાસ, ભાવનગર ),જીબ્રીલ ભાનુભાઇ પરમાર ( રહે.મેલડીમાંના મંદિર પાસે, આડોડીયા વાસ, ભાવનગર ) ને ઝડપી લીધા હતા.દરમિયાન પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન મહંમદરઝા ઇકબાલઅલી હિરાણી ( રહે.ફલેટ નં.૩૦૩, ત્રીજા માળે, દીવાન હાઇટ્સ, દિવાનપરા રોડ, ભાવનગર ) અને ઇકબાલ યુસુફભાઇ હિરાણી ( રહે.ફલેટ નં.૩૦૩, દિવાન હાઈટસ, દિવાનપરા રોડ, ભાવનગર ) અખાદ્ય (સડેલો) ગોળ અને યીસ્ટ સપ્લાય કરતા હોય બન્નેની ધરપકડ કરવામાં આવી છે.તમામ ઇસમો વિરૂધ્ધ ભાવનગર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



