मनोरंजन
કપિલની કિસ કિસ કો પ્યાર કરું ટુની રી રીલિઝ કેન્સલ | Kapil Kis Kisko Pyaar Karoon Re Release Cancelled

![]()
– કોમેડિયન કપિલનો ફરી ફિયાસ્કો
– મોટાઉપાડે રી રીલિઝની જાહેરાત કરાઈ પરંતુ પૂરતી સ્ક્રીન જ ન મળી
મુંબઈ : કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું ટુ’ આજે શુક્રવારે રી રીલિઝ થવાની હતી પરંતુ તેને પૂરતાં સ્ક્રીન જ નહીં મળતાં રી રીલિઝ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો.
આ ફિલ્મ માટે ૫૦૦ સ્ક્રીન મેળવવા પ્રયાસ કરાયો હતો. જોકે, તેને ૨૦૦ સ્ક્રીન માંડ મળ્યાં હતાં અને તેનાં શો ટાઈમિંગ પણ બહુ અનુકૂળ ન હતાં. આખરે છેલ્લી ઘડીએ રી રીલિઝ કેન્સલ કરાઈ હતી.
અગાઉ આ ફિલ્મ ગત ૧૨મી ડિસેમ્બરે રીલિઝ કરાઈ હતી પરંતુ ત્યારે તે ટિકિટબારી પર સદંતર ધોવાઈ ગઈ હતી. આથી ફિલ્મને ફરી જાન્યુઆરીમાં રી રીલિઝ કરવાનો નિર્ણય લેવાયો હતો.



