गुजरात

હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budget unanimously passed



– અંદાજપત્રામાં રૂ. 9.59 કરોડની પુરાંત દર્શાવાઇ

– બજેટમાં સ્વચ્છતા, ટ્રાફિક નિવારણ અને આવાસ યોજના માટે વિશેષ ભાર મુકાયો : રમતગમતને પ્રોત્સાહન અપાશે

હળવદ : હળવદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ફોરમબેન રાવલ અને ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી. ભાજપ શાસિત આ નગરપાલિકામાં ૨૮માંથી ૨૭ સભ્યોની જંગી બહુમતી સાથે રૂ. ૯.૫૯ કરોડની પુરાંત વાળુ રૂ.૧૧૧.૧૭ કરોડનું બજેટ બહુમતે પસાર કરવામાં આવ્યું છે. બજેટમાં શહેરના પાયાના પ્રશ્નોથી લઈને આધુનિક સુવિધાઓ સુધીની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. 

બજેટમાં શહેરની સુંદરતા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સફાઈ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા રૂ. ૬૫ લાખનું આયોજન કરાયું છે, જ્યારે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા સાધનો અને ડસ્ટબીન ખરીદવામાં આવશે. આવાસ યોજના હેઠળ બાકી રહેલા કામો અને જગ્યાના ડેવલપમેન્ટ માટે રૂ. ૫૮૭ લાખની જંગી રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રૂ. ૧૨૦ લાખના ખર્ચે રોડ રીસરફેસિંગ કરવાના મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધા માટે વૈજનાથ મહાદેવ મંદિર પાસે નવું પીક-અપ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે.

બજેટમાં માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓને પણ મહત્વ અપાયું છે. હળવદ શહેરની સ્થાપના મહાશિવરાત્રિના પવિત્ર દિવસે થઈ હોવાથી, આગામી શિવરાત્રિએ ‘નગર સ્થાપના દિન’ની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે તાલુકા મથકે સુવિધા સંપન્ન ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવા જમીનની માંગણી કરવાનું આયોજન કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે વોટર હાર્વેસ્ટિંગ અને શહેરના પ્રવેશદ્વાર પાસેના સર્કલના બ્યુટિફિકેશનના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button