गुजरात

બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of Rs 61 thousand



– જૂની ચલણી નોટો, સિક્કાના બદલામાં વધુ પૈસાની લાલચ આપી

– વેપારીએ મોબાઈલમાં આર્મીનો ડ્રેસ પહેરેલા એક શખ્સનો વીડિયો જોઈ સંપર્ક કરતા પૈસા ગુમાવ્યા 

આણંદ : મૂળ રાજસ્થાનના અને હાલ બોરસદની એક સોસાયટીમાં રહેતા ફનચરના વેપારીને અજાણ્યા ગઠિયા આર્મીમેનની ખોટી ઓળખ આપી જૂની ચલણી નોટો તથા સિક્કાના બદલામાં વધુ પૈસા આપવાની લાલચ આપી વ્યાપારી પાસેથી રૂપિયા ૬૧,૦૦૦ ઉપરાંતની ઓનલાઇન ઠગાઈ કરી હોવા અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મૂળ રાજસ્થાનના હરિરામ ગંગારામ પ્રજાપતિ બોરસદની ગણેશ નગર સોસાયટી ખાતે રહે છે. ગત તારીખ ૨૩મી ઓક્ટોબરના રોજ તેઓએ પોતાના મોબાઈલમાં એક રીલ જોઈ હતી. જેમાં આર્મીનો ડ્રેસ પહેરેલા વ્યક્તિનો એક વીડિયો જોયો હતો અને આ વીડિયોમાં હિન્દી ભાષામાં જૂની ચલણી નોટો અને સિક્કાના બદલામાં વધુ પૈસા મળશે તેમ જણાવતા હરિરામે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કર્યોે હતો. જેમાં એક શખ્સ સાથે વાતચીત થતા હરી રામે બે રૂપિયાનો જૂનો સિક્કો હોવાનું જણાવી તેના કેટલા રૂપિયા મળશે તેવું પૂછતા સામેથી બોલી રહેલા શખ્સે આઠ લાખ રૂપિયા મળશે તેમ કહી તેની માટે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ ફી પેટે નાણાં ભરવાનું કહી રૂપિયા ૧,૫૫૦ ઓનલાઇન ભરાવ્યા હતા. ત્યારબાદ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા સહિત જુદા જુદા બહાને અજાણ્યા ગઠિયાએ હરિરામ પાસે કુલ રૂપિયા ૬૧,૫૪૮ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં હરી રામે સાયબર ક્રાઇમની હેલ્પલાઇનમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી અને બાદમાં ગતરોજ બોરસદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button