गुजरात

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 45.48 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 48 lakhs caught in Palitana division



– 119 વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા કાર્યવાહી

– પીજીવીસીએલની 375 ટીમોએ 5 સબ ડિવિઝનના 375 કનેક્શનોમાં ચકાસણી કરી

ભાવનગર : ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનના પાંચ સબ ડિવિઝનમાં પીજીવીસીએલની અલગ-અલગ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૧૫ કનેક્શનોમાં કુલ રૂ.૪૫.૪૮ લાખની વીજચોરી પકડાઈ હતી.

ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનના ગારિયાધાર-૧, ૨, પાલિતાણા ટાઉન, રૂલર અને પીથલપુર સબ ડિવિઝનમાં પીજીવીસીએલની ૫૧ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમોએ ૩૪૮ રહેણાંકી અને ૨૭ વાણિજ્ય મળી કુલ ૩૭૫ વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૧૧૨ રહેણાંકી અને ૦૭ વાણિજ્ય મળી ૧૧૯ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૪૫.૪૮ લાખની વીજ ચોરી પકડાતા વીજ તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button