રૂ. 1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 384 reels of Chinese rope worth Rs 1 53 lakh

![]()
– દસાડાના માનાવાડા ગામમાં
– આદરિયાણા ગામના શખ્સ પાસેથી દોરી ખરીદી હતી : એસઓજીએ બે શખ્સ સામે ગુનો નોંધ્યો
પાટડી, સુરેન્દ્રનગર : ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને એસઓજી પોલીસ દ્વારા દસાડા તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દસાડા તાલુકાના માનાવાડા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૩૮૪ રીલ (રૂ.૧.૫૩ લાખ)ના મુદામાલ સાથે સંજય સોનાજી અંબારિયા (રહે.માનાવાડા ગામ, તા.દસોડા)ને ઝડપી પાડી પાડયો હતો. ઝડપાયેલ શખ્સની પૂરછપરછ કરતા પ્રતિબંધીત દોરીના રીલ આદરિયાણા ગામના મયુરકુમાર નાનુભાઈ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યુ હતું. આથી એસઓજી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



