गुजरात

ચોટીલામાં રૂ. 4.10 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું | In Chotila liquor worth Rs 4 10 crores seized



– ડેપ્યુટી કલેકટર, પોલીસ અધિકારીઓની હાજરીમાં

– ચોટીલા-નાની મોલડી પોલીસની હદમાં ઝડપાયેલી દારૂ-બિયરની 53,947 બોટલનો નાશ કરાયો

સુરેન્દ્રનગર : ચોટીલા તેમજ નાની મોલડી પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલી ઈંગ્લીશ દારૂ તેમજ બિયરની રૂ.૪.૧૦ કરોડની કિંમતની ૫૩,૯૪૭ બોટલનો અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.

ચોટીલા ડેપ્યુટી કલેકટરની અધ્યક્ષતામાં ચોટીલા પોલીસ મથકની હદમાં ઝડપાયેલો ઇંગ્લિશ દારૂ અને બિયરની ૫૩,૦૫૭ બોટલો (કિં.રૂ.૪,૦૯,૬૨,૩૫૧), તેમજ નાની મોલડી પોલીસ મથકની હદમાં ઝડપાયેલી ઈંગ્લીશ દારૂ અને બિયરની ૮૯૦ બોટલ (કિં.રૂ.૧,૩૪,૨૭૨) મળી કુલ ૫૩,૯૪૭ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો (કિં.રૂ.૪,૧૦,૯૬,૬૨૩)નો મુદ્દામાલનો ચોટીલાના ઝરિયા મહાદેવ રોડ પર આવેલી સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ તકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા સહિત નશાબંધી અધિકારી, ચોટીલા ડીવાયએસપી, ચોટીલા મામલતદાર, ચોટીલા તેમજ નાની મોલડી પીઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

Related Articles

Back to top button