राष्ट्रीय

સસ્તું ઓઈલ ખરીદવું એ પ્રાથમિકતા, નીતિ નહીં બદલીએ : ભારતનો અમેરિકાને જવાબ | Buying cheap oil is a priority policy will not change: India’s response to America



– ટ્રમ્પની 500 ટકા ટેરિફની ચેતવણી પર ભારતની નજર : જયસ્વાલ

– મોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ટ્રેડ ડીલ ન થઇ : લુટનિક 

– અમેરિકી દાવા ખોટા, મોદી-ટ્રમ્પની આઠ વખત વાત થઈ : ભારત

નવી દિલ્હી : અમેરિકાએ ભારત પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે તેના અંગે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે ભારત તેની ઉર્જા સાથે જોડાયેલા નિર્ણય બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લે છે અને ૧.૪ અબજ ભારતીયો માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત પર પહેલા જ ૫૦ ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે.

આમ છતાં ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફ ભારતીય અર્થતંત્ર પર ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયા છે. અમેરિકા હવે ભારત,ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ નાખવાની તૈયારી કરી રહ્યું છે. આ બિલને સેનેટર લિન્ડસે ગ્રેહામે રજૂ કર્યુ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ બિલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયન ઓઇલ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તમે જે બિલની વાત કરી રહ્યા છો તે પ્રસ્તાવિત છે. અમે આ બિલ સાથેની વાત પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે અમેરિકન વાણિજ્ય પ્રધાન લુટનિકના દાવાને પણ ખોટો ગણાવ્યો હતો. હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ એટલા માટે ન થયું કેમકે વડાપ્રધાન મોદીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ફોન કર્યો ન હતો.લુટનિકે ત્યા સુધી દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તૈયાર જ થઈ ગયું છે, તેમનું કહેવું હતું કે જો પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી લીધી હોત તો આ ટ્રેડ ડીલ અત્યારે થઈ ગયું હોત. તેના જવાબમાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ૨૦૨૫માં પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. એક સમયે અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લાદ્યા પછી મંત્રણા પડી ભાંગી હતી. તેના પછી ભારતે નહી પણ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પોતે પીએમ મોદીને બર્થડે વિશ કરીને તેમની સાથે વાતચીત કરી ફરીથી મંત્રણા શરૂ થઈ હતી. તેના પછી બંને વચ્ચે ડિસેમ્બરમાં વાત થઈ હતી અને તેમા વ્યાપક ભાગીદારીના વિવિધ પાસા પર ચર્ચા થઈ હતી. મંત્રણાના લગભગ મહત્તના પાસા 

તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા જ ગયા વર્ષે ૧૩ ફેબુ્રઆરીથી દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરવા પ્રતિબદ્ધ હતા. બંને પક્ષ એક સંતુલત અને ફાયદાકારક વ્યાપાર સમજૂતી પર પહોંચવા માટે કેટલાય તબક્કાની મંત્રણા કરી છે. કેટલાય પ્રસંગે કરાર કરવાની નજીક પહોંચી ગયા હતા. તેથી લુટનિક જે વાત કહે છે તે વાતમાં કોઈ સત્ય નથી.



Source link

Related Articles

Back to top button