गुजरात

હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઇ | Irregularities detected in 64 electricity connections including filter plant in Halvad Panthak



– ગ્રામીણ વિસ્તારોમાં પાવર ચોરી ઝડપી લેવા પીજીવીસીએલનું ચેકિંગ

– રાતભેર ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેરરીતિ પકડાતા રૂા. 4.50 લાખનો દંડ, કુલ 45 લાખના બિલ અપાયા

હળવદ : હળવદ ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરીના બનાવો જેવાકે લંગર મારી મીટરને બાયપાસ કરી વીજચોરી કરી રહ્યા હતા જેને પીજીવીસીએલની ટીમે રંગે હાથે ઝડપી પાડી રૂા. ૪૫ લાખનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વીજ ચેકીંગ દરમિયાન હળવદ તાલુકાના ગૌરી ઘનશ્યામપુર, કોયબા, અજીતગઢ, ખોડ, મયાપુર, ચૂપણી, ખેતરડી, માણેકવાડા, રાતભેર, ડુંગરપુર, શિવપૂર વગેરે ગામડાઓમાં વગેરે વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગામોમાં ૩૪ ટીમો દ્વારા કુલ ૪૨૫ વીજ કનેક્સન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬૩ રહેણાંકના કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી જે બદલ ૪૦.૦૬ લાખનો દંડ ફટકાર્યો હતો. અન્ય એક રાતભેર ગામે મહેન્દ્રભાઇ વાઘજીભાઇ રાજપૂતના પાણીના પ્લાન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી ઝડપાતા અંદાજીત ૪.૫૦ લાખ દંડ ફટકાર્યો હતો.

હળવદ ગ્રામ્ય પંથકમાં કુલ ૩૪ ટીમો દ્વારા ૪૩૫ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૩ રહેણાંક વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. અને એક પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેરરીતિ ઝડપાઇ હતી કુલ ૪૫ લાખનો દંડ ફટકાર્યો હતો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકીંગની વાત વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.



Source link

Related Articles

Back to top button