गुजरात

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police nabbed in case of cheating with trader



વડોદરાઃ સસ્તું સોનું અને ૧૦ કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી સાથે રૃ.૪.૯૨ કરોડની ઠગાઇ કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ડૂપ્લિકેટ પોલીસની ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી પાડયો છે.

કર્ણાટકના વેપારીને વડોદરા બોલાવી ૧૦ કરોડની લોન અપાવવાનું કહી રૃ.૩૦ લાખ પડાવી લેવાના અને ત્યારબાદ સસ્તું સોનું અપાવવાના નામે કુલ રૃ.૪.૯૨ કરોડની ઠગાઇ કરવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરને સોંપવામાં આવી છે.પોલીસે આ કેસમાં અગાઉ ચાર જણાની ધરપકડ કરી હતી.

સમગ્ર પ્રકરણમાં સારાભાઇ કેમ્પસમાં રાધિકા એન્ટરપ્રાઇઝના નામની ઓફિસના સંચાલક ઇલિયાસ અજમરી ઉર્ફે રાજવીર  પરીખ હોવાની વિગતો ખૂલતાં પોલીસ તેને શોધી રહી છે.ઇલિયાસના ભાઇને ત્યાંથી પોલીસને ૩ કિલો જેટલું નકલી સોનું અને ૧.૬૨ કરોડની ચિલ્ડ્રન કરન્સી પણ મળ્યા હતા.

આ બનાવમાં ઊઘરાણી કરવા માટે વડોદરા આવતા કર્ણાટકના વેપારીને ડરાવવા અને   ભગાડવા માટે સૂત્રધાર ઇલિયાસના સંપર્કમાં રહી ડૂપ્લિકેટ પોલીસની ભૂમિકા ભજવનારનું નામ ખૂલતાં પોલીસે અનવરખાન નસરૃલ્લાખાન પઠાણ(લેન્ડમાર્ક ગેલેક્ષી,કાલી તલાવડી,તાંદલજા અને ગૌતમ સારાભાઇ સોસાયટી,વડોદરા મૂળ રહે.કામતોલી ગામ,તિલકવાડા)ને ઝડપી પાડી રિમાન્ડની તજવીજ કરી છે.



Source link

Related Articles

Back to top button