गुजरात

કોટંબી ગ્રાઉન્ડ પર ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાક નેટ પ્રેક્ટીસ કરી | India New Zealand players had three hours of net practice at Kotambi Ground



વડોદરા : વડોદરાના નવનિમત કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી ૧૧ જાન્યુઆરીના રોજ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસી ભરેલી વન-ડે મેચ રમાનાર છે. આ પ્રતિષ્ઠિત
મુકાબલા માટે બંને દેશની ટીમો વડોદરા આવી પહોંચતા જ સમગ્ર શહેરમાં ક્રિકેટનો જ્વર
જોવા મળી રહ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યે ન્યૂઝીલેન્ડની ટીમે મેદાન પર ઉતરીને આકરી
પ્રેક્ટિસ શરૃ કરી હતી. કીવી ખેલાડીઓએ ત્રણ કલાક સુધી બેટિંગ અને બોલિંગમાં પોતાની
ક્ષમતા ચકાસી હતી. ત્યારબાદ સાંજે  પાંચ
વાગ્યે ભારતીય ટીમનું આગમન થયું હતું. હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ
ભારતીય ખેલાડીઓએ રાત્રે આઠ વાગ્યા સુધી ફ્લડ લાઈટ્સના પ્રકાશમાં પરસેવો પાડયો હતો.

નેટ પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન શુભમન ગીલ, રોહિત
શર્મા અને વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરી હતી
, જ્યારે
અર્શદીપ સિંઘ અને હષત રાણાએ સચોટ લાઈન-લેન્થ પર બોલિંગનો અભ્યાસ કર્યો હતો.
ખેલાડીઓએ ફિલ્ડિંગ ડ્રીલ્સમાં કેચ પકડવાની પ્રેક્ટિસ કરી હતી અને હળવા થવા માટે
ફૂટબોલની રમતની પણ મજા માણી હતી. ટીમમાં સિનિયર ખેલાડીઓની હાજરીથી યુવા ખેલાડીઓમાં
પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર પણ હજારોની સંખ્યામાં ચાહકો
પોતાના પ્રિય સ્ટાર્સને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડયા
હતા.
 

ચાહકો ખેલાડીની બસ પાછળ દોડયા ઃ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

ટીમ બસની પાછળ દોડયા ચાહકોથ હોટલ અને ગ્રાઉન્ડ પર મેળા જેવો
માહોલ ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને હોટલથી સ્ટેડિયમ સુધી લાવવા માટે પોલીસ
દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે
, ક્રિકેટ
ચાહકોના ઉત્સાહ સામે આ સુરક્ષા પણ ઓછી જણાતી હતી. હોટલની બહાર સવારથી જ ચાહકોની
ભારે ભીડ જમા થઈ હતી. જ્યારે ખેલાડીઓની બસ પસાર થઈ ત્યારે રોડની બંને તરફ ઉભેલા
લોકોએ હર્ષનાદ સાથે ટીમના ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલી
અને રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે યુવાઓમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો હતો.
ચાહકોના આ આકર્ષણને પગલે કોટંબી ગ્રાઉન્ડની બહાર પણ દિવસભર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
તૈનાત રહ્યો હતો.

નેટ પ્રેક્ટિસમાં સિનિયર-જુનિયર ખેલાડીઓ વચ્ચે જોવા મળ્યું
ટયુનિંગ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પ્રેક્ટિસ સેશન દરમિયાન સતત
એક્ટિવ જોવા મળ્યા હતા. તેમણે દરેક ખેલાડીની ટેકનિક પર નજીકથી નજર રાખી હતી અને
જરૃરી સૂચનાઓ આપી હતી. નેટ પ્રેક્ટિસમાં કે.એલ. રાહુલે બેટિંગ કરી હતી. રોહિત અને
વિરાટ જેવા સિનિયરો યુવા બોલર હષત રાણા તેમજ અન્ય ખેલાડીઓને માર્ગદર્શન આપતા જોવ
મળ્યા હતા. કેપ્ટન શુભમન ગીલે પણ તમામ ખેલાડીઓ સાથે પ્રેક્ટીસ કરી હતી. વડોદરાના
ગ્રાઉન્ડ પર એક આદર્શ ટીમ સ્પિરિટ જોવા મળ્યું હતું. ગંભીરે ફિલ્ડિંગ સેશન દરમિયાન
ખેલાડીઓને ગ્રાઉન્ડની પરિસ્થિતિ મુજબ જરૃરી સુચનાઓ આપી હતી.



Source link

Related Articles

Back to top button