गुजरात

ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ | Gujarat Karuna Abhiyan Call 1962 for Injured Birds and Animals During Uttarayan



Gujarat Karuna Abhiyan: ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર પતંગબાજીના ઉત્સાહ સાથે ઉજવાય છે, પરંતુ પતંગના દોરા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવલેણ જોખમ ઊભું કરે છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા દર વર્ષે 1 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરુણા અભિયાન” ચલાવવામાં આવે છે. આ વિશેષ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દોરાથી ઇજાગ્રસ્ત થયેલા જીવોને સમયસર બચાવવા, તેમને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવી અને તહેવારના આનંદ વચ્ચે જીવદયાની ભાવનાને સાર્થક કરવાનો છે.

ઉત્તરાયણ 2026 માટે અનુમાન આધારિત તૈયારી

ગત વર્ષોના આંકડાઓને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2026 માટેના અનુમાનના આધારે, ઉત્તરાયણના મુખ્ય તહેવારના દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં વધારો થવાની શક્યતા છે:

• 14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો(1036 કેસ)ની સરખામણીમાં 58.85% વધારો(1645 કેસ) નોંધાવવાની શક્યતા

• 15 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો(1036 કેસ)ની સરખામણીમાં 73.72% વધારો(1799 કેસ) થવાની શક્યતા

પ્રાણી સંબંધિત ઇમરજન્સી

• 14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો(1010 કેસ)ની સરખામણીમાં 3.31% ઘટાડો (977 કેસ) થવાની શક્યતા

• 15 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો(1010 કેસ)ની સરખામણીમાં 35.58% વધારો (1370 કેસ) નોંધાવવાની શક્યતા

પક્ષી સંબંધિત ઇમરજન્સી

• 14 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો એટલે કે 25 કેસની સરખામણીમાં 668 કેસ વધારો થવાની શક્યતા

• 15 જાન્યુઆરી 2026ના રોજ સામાન્ય દિવસો એટલે કે 25 કેસની સરખામણીમાં 429 કેસ નોંધાવવાની શક્યતા 

આ પણ વાંચો: અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જિલ્લાઓમાં પતંગ ઉડાવવાની ભારે પ્રવૃત્તિના કારણે કેસ વધુ નોંધવવાની શક્યતા છે, ત્યારે ઉત્તરાયણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. 

નાગરિકોને અપીલ

• પર્યાવરણમૈત્રી અને સુરક્ષિત પતંગના દોરાનો ઉપયોગ કરવો

• કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી અથવા પ્રાણી જોવા મળે તો તાત્કાલિક 1962 પર ફોન કરવો

• તહેવાર દરમિયાન બચાવ ટીમોને સહકાર અને સંવેદનશીલતા દર્શાવી



Source link

Related Articles

Back to top button