गुजरात

મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ કૂદીને રૂમમાં ઘૂસ્યા | Two Women Misdemeanor in NGO Compound Police Complaint Register in Morbi



પ્રતિકાત્મક તસવીર


Morbi News : મોરબી શહેરમાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે અજાણ્યા શખસોએ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, મોરબી શહેરની એક સંસ્થાના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને બે અજાણ્યા શખસો ઘૂસ્યા હતા અને જે રૂમમાં માનસિક અસ્થિર બે મહિલાઓ હતી ત્યાં જઈને આરોપીએ બંને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી નરાધમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

આ પણ વાંચો: ભુજ કોર્ટનો માનવીય અભિગમ: માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ

સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



Source link

Related Articles

Back to top button