दुनिया

પાક.ના ખૈબરપખ્તુનવામાં લોટની ભારે અછત : બેકરીઓએ શટર્સ ડાઉન કર્યા | Severe flour shortage in Pakistan’s Khyber Pakhtunkhwa: Bakeries shut down shutters



– બેકરીવાળાઓ કહે છે : વહીવટી ક્ષતિઓને લીધે અમે ખલાસ થઈ ગયા છીએ : પંજાબમાંથી લોટ આવતો નથી જે ગેરકાયદે કાર્યવાહી છે

પેશાવર : પૂર્વે સરહદ પ્રાંત કહેવાતા ખૈબરપખ્તુનવા પ્રાંતમાં લોટની ભારે અછત ઉભી થતાં બેકરીઓએ શટર્સ ડાઉન કરી નાખ્યાં છે. ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ આ માહિતી આપતાં જણાવે છે કે, ખૈબરપખ્તુનવા પ્રાંતમાં લોટ જ પહોંચતો નથી, તેથી બેકરીવાળાઓ આર્થિક રીતે ખતમ થઈ ગયા છે. ખૈબરપખ્તુનવા નનવાઈ એસોસિએશનના અધ્યક્ષ ગુલ મોહમ્મદ અને સંયુક્ત સચિવ જહાંઝેબેયા માટે વહીવટી ક્ષતિઓને કારણભૂત ગણાવતાં કહ્યું હતું કે, ‘પંજાબમાંથી જ ખૈબરપખ્તુનવામાં લોટ આવવા દેવામાં આવતો નથી જે તદ્દન ગેરકાયદે છે’ તેટલું જ નહીં પરંતુ જે કંઈ લોટ અહીં છે, તેની કિંમતમાં અસામાન્ય વધારો થઈ ગયો છે. તે કેટલો છે તે જાણવું છે ? ૧૦ કીલોના રૃા. ૧૭૦૦ પરિણામે નબળી પડી ગયેલી માર્કેટ ઉપર તે કુઠારાઘાત સમાન છે.

આ અગ્રીમ વ્યાપારીઓએ કહ્યું હતું કે, એક તરફ ભારે ફુગાવો થઈ રહ્યો છે, પાવર શોર્ટેજ ઘર કરી ગઈ છે તેમાં સ્થાનિક અધિકારીઓની ‘દાદાગીરી’ ચાલે છે. આ બધું તંદુર ધરાવનારાઓ માટે અસહ્ય બની રહ્યું છે તેથી અમે ધંધો જ બંધ કરી દીધો છે.



Source link

Related Articles

Back to top button