दुनिया

ઈરાનમાં ઠેર ઠેર હિંસા વચ્ચે ખામેનેઈની ઈઝરાયલ-અમેરિકાને ચેતવણી- દુશ્મનોએ પરિણામ ભોગવવા પડશે | Iran Protests: Ali Khamenei Slams Donald Trump Warns US and Israel Amid Nationwide Unrest



US-Iran Tensions : મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં છેલ્લા 12 દિવસથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સર્વોચ્ચ નેતા ખામેનેઈના શાસન વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી આવી છે. રાજધાની તેહરાન સહિત દેશના 100થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે રાત્રે અનેક સ્થળે આગજની અને ગોળીબારની ઘટનાઓ સામે આવતા ઈરાન અત્યારે સળગી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ તમામ સંકટ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ આજે (9 જાન્યુઆરી) સરકારી ટીવી ચેનલ પર દેશને સંબોધન કર્યું છે. તેમનું નિવેદન તહેરાન સહિત તમામ મોટા શહેરોમાં પ્રસારીત કરવામાં આવ્યું છે. ખામેનેઈએ ભાષણ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની સમસ્યા પર ધ્યાન આપવા સલાહ આપી છે.

ટ્રમ્પ પોતાના દેશની ચિંતા કરે : ખામેનેઈ

ખામેનેઈએ દેશને સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘અમારો દેશ વિદેશને સમર્થન કરતા આતંકી એજન્ટોને સહન નહીં કરે. કેટલાક હિંસાખોરો જાહેર સંપત્તિને નુકસાન કરી અમેરિકન રાષ્ટ્રપ્રમુખને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે (US President Donald Trump) પોતાના દેશની ચિંતા કરવી જોઈએ, કારણ કે ઈરાન વિદેશી દબાણ સામે જુકવાનું નથી.’

ઈરાન પર સંકટ પાછળ અમેરિકા-ઈઝરાયલનો હાથ

ખામેનેઈ (Ali Khamenei)એ ઈરાનના યુવાઓને અપીલ કરી છે કે, ‘એકતા જાળવી રાખો અને તૈહાર રહો, કારણ કે એકજૂટ રાષ્ટ્ર કોઈપણ દુશ્મનને હરાવી શકે છે. આપણા દેશની અને લોકોની રક્ષા કરવી તે આક્રમણ નથી, પરંતુ સામ્રાજ્યવાદ સામે સાહસ છે.’ તેમણે ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનો પાછળ વિદેશી ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલના એજન્ટોની કરતૂતના કારણે ઈરાનમાં હિંસા થઈ રહી છે.

આ પણ વાંચો : પુતિનના ઘર પર ડ્રોન હુમલાનો બદલો! રશિયાએ ઓરેશ્નિક મિસાઈલ છોડી યુક્રેનમાં તબાહી મચાવી

ઈરાનના દુશ્મનોએ ભારે મુશ્કેલી ભોગવવી પડશે : ખામેનેઈની ધમકી

મીડિયા રિપોર્ટ મુજબ, ખામેનેઈએ અમેરિકા અને ઈઝરાયલ પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેખાવકારો બીજા દેશના રાષ્ટ્રપ્રમુખને ખુશ કરવા માટે પોતાના રસ્તા બરબાદ કરી રહ્યા છે. ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપવામાં આવી, પરંતુ હું દુશ્મનોને તેનાથી પણ વધુ કડક શબ્દોમાં કહું છું કે, જો તેઓ હુમલો કરશે તો તેઓ ભારે મુશ્કેલીમાં મુકાશે.’

‘ટ્રમ્પના હાથ ઈરાનીઓના ખૂનથી રંગાયેલા છે’

ઈરાનના સર્વોચ્ચ લીડરે અમેરિકન રાષ્ટ્રપ્રમુખને જડબાતોડ જવાબ આપવાની સાથે ટીકા પણ કરી છે. તેમણે ટ્રમ્પને અહંકારી ગણાવ્યા છે અને કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખના હાથ ઈરાનીઓના ખૂનથી રંગાયેલા છે. ટ્રમ્પને સત્તા પરથી હાંકી કાઢવામાં આવશે. તેમણે ટ્રમ્પે પોતાના દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવા કહ્યું છે.

આ પણ વાંચો : બ્રિક્સ અને G7 વચ્ચે ‘બ્રિજ’ બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન



Source link

Related Articles

Back to top button