ઈરાન ઈતિહાસમાં સૌથી ખરાબ મોડ પર : મોંઘવારી, બેકારી અને દમનકારી શાસન વિરૂદ્ધની ચીનગારી આગ બની | Iran on the worst mode in history: Inflation unemployment

![]()
– લડાઈ બેકાબુ બની છે : તખ્તા પલટની આશંકા વધી રહી છે
– તહેરાનથી મશદ અને કરમતશાહથી રશી સુધી ઓછામાં ઓછાં 100 શહેરોમાં પ્રદર્શન, હિંસા 60થી વધુનાં મોત નોંધાયા
નવી દિલ્હી : ઈરાન અત્યારે ઇતિહાસના સૌથી ખતરનાક મોડ પર આવી ઊભું છે. મોંઘવારી, બેકારી અને દમનકારી શાસન વિરૂદ્ધ જનતા રસ્તા પર આવી ઊભી છે. તહેરાનથી મશદ અને કરમતશાહથી રશી સુધી ૧૦૦થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકો સડક ઉપર આવી ગયા છે. પ્રદર્શનોમાં હજી સુધીમાં ૧૦૦થી વધુના મોત થઈ ચૂક્યાં છે.
દેશના ૩૧માંથી ૨૬ પ્રાંતોમાં પરિસ્થિતિ બેકાબુ છે. મહિલાઓ, યુવાઓ અને કામદારો સડકો ઉપર આવી ગયા છે અને ‘ખામેની મુર્દાબાદ, શાહ ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યાં છે. બીજી તરફ ખામેની કોઈ પણ ભોગે સત્તા પર ટકી રહેવા માગે છે. તેઓ આ દેખાવોને વિદેશ પ્રેરિત હોવાનું કહે છે તેથી તેમાં વધુ હાસ્યપદ બન્યાં છે.
દેખાવકારોએ પોલીસનો કટ્ટર સામનો તો કર્યો જ હતો પરંતુ તેથીએ વધુ તો સશસ્ત્ર દેખાવકારોએ પોલીસ ઉપર સામા ગોળીબારો કર્યા હતા.
ઉત્તર ઈરાનમાં સૌથી વધુ રમખાણો થયા છે. પરિસ્થિતિ હાથ બહાર જતાં સરકારે ‘સ્ટાર-લિક’ અને જીપીએસ સિંગલ જામ કરવા પડયાં છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી છે.
ઈરાનનાં ચોથા મોટા શહેર કરાજમાં ટોળાએ ‘ટાઉનહોલ’ સળગાવી દીધો છે. દરમિયાન, નિર્વાસીત ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પને હસ્તક્ષેપ કરવા તૈયાર રહેવા જણાવી દીધું છે.
ખામેનીએ આ તોફાનો માટે ટ્રમ્પને જ જવાબદાર કહેતાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ટ્રમ્પને ખુશ કરવા પોતાનો જ દેશ સળગાવી રહ્યાં છે. લોકો ખામેની ભાગો, (રઝા) શાહ પાછા આવેના નારા લગાવે છે. રઝા શાહ નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ છે. તેમણે લોકોને રાત્રીના ૮ વાગ્યા પછી પ્રદર્શનો કરવા અનુરોધ કર્યો છે.


