વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી બનાવવાની જાહેરાત હજી કાગળ પર જ | new deo office of vadodara rural still on paper

![]()
વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના ચાર શહેરોમાં વર્તમાન ડીઈઓ કચેરીનું વિભાજન કરીને નવી ચાર ડીઈઓ કચેરી શરુ કરવાની સરકારના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી.
જોકે આ જાહેરાત કાગળ પર જ રહી છે.વડોદરા ડીઈઓ કચેરીની સાથે વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી માટે કોઈ હિલચાલ દેખાઈ નથી.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય કચેરી માટે ડીઈઓ કચેરી કેમ્પસમાં જ આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જગ્યા ફાળવવામાં આવી છે.ડીઈઓ કચેરીના વર્તમાન કર્મચારીઓમાંથી જ વડોદરા ગ્રામ્ય કચેરીમાં નિમણૂક કરવાનું નક્કી થયું છે.નવી ડીઈઓ કચેરી બનાવવાનો ઉદ્દેશ વર્તમાન ડીઈઓ કચેરી પરનું કામનું ભારણ ઘટાડવાનો છે.કારણકે હવે વડોદરા જિલ્લામાં પણ નવી સ્કૂલો શરુ થઈ રહી છે.સરકાર દ્વારા જોકે આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું નથી.
વડોદરા ડીઈઓ કચેરીની એમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉપેક્ષા થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી નિયમિત ડીઈઓની નિમણૂક કરવામાં આવી રહી નથી.ઈન્ચાર્જ ડીઈઓને ઉલટાનું વડોદરા જિલ્લા પંચાયત હેઠળની સ્કૂલોના પ્રાથમિક શાસનાધિકારીનો પણ ચાર્જ અપાયેલો છે.



