गुजरात

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો- કર્મચારીઓને પગારના ફાંફા


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં સરકારની ગ્રાંટ મળવામાં થયેલા વિલંબના કારણે હંગામી અધ્યાપકો અને કર્મચારીઓને પગાર કરવાના ફાંફા થઈ ગયા છે.

ફેકલ્ટીમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા હંગામી અધ્યાપકો અને ૫૦ જેટલા હંગામી કર્મચારીઓનો પગાર કાયમી અધ્યાપકો અને કર્મચારીઓની સાથે પહેલી તારીખે થતો હોય છે.આ વખતે એક સપ્તાહ પછી પણ હંગામી અધ્યાપકો અને  કર્મચારીઓને પગાર નહીં મળતા ઉહાપોહ થયો હતો.



Source link

Related Articles

Back to top button