गुजरात

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce faculty of msu



વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નિયમિત હેડની નિમણૂકની શરુઆત સૌથી મોટી કોમર્સ  ફેકલ્ટીથી કરી છે.આ ફેકલ્ટીમાં પાંચ વિભાગો છે અને પાંચે વિભાગોમાં આજે નિયમિત હેડની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં કો ઓપરેટિવ એન્ડ રુરલ મેનેજમેન્ટ વિભાગના હેડ તરીકે ફેકલ્ટી ડીન પ્રો.જે કે પંડયા, કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ તરીકે ડો.શામલ પ્રધાન, એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિઅલ મેનેજમેન્ટ વિભાગના હેડ તરીકે પ્રો.પ્રજ્ઞોશ શાહ, બિઝનેસ  ઈકોનોમિક્સ વિભાગના હેડ તરીકે પ્રો.શન્મુગમ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ વિભાગના હેડ તરીકે સોફિયા દેવીની વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના ૯૮ વિભાગો પૈકી ૮૫ ટકા વિભાગોમાં નિયમિત હેડ નહીં હોવાથી વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ હવે એપ્રિલ સુધીમાં તમામ વિભાગોમાં તબક્કાવાર નિયમિત હેડની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.

હેડની નિમણૂંકમાં સિનિયોરિટીને મહત્વ અપાશે

યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે, નિયમિત હેડની નિમણૂકમાં વાઈસ ચાન્સેલરે કોઈ પણ જાતના લોબિંગને ગણતરીમાં લીધા વગર સિનિયોરિટીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો છે.જેના કારણે કોમર્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં સિનિયર અધ્યાપકોની હેડ તરીકે વરણી થઈ છે.અગાઉના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે તેનાથી ઉલટી નીતિ અપનાવીને પોતાને અનુકુળ હોય તેવા જ અધ્યાપકોને હંગામી ધોરણે હેડ બનાવવાની નીતિ અપનાવી હતી.



Source link

Related Articles

Back to top button