मनोरंजन

તારા સુતરિયા અને વીર પહારિયાનું બ્રેકઅપ? જાણીતા સિંગરની કોન્સર્ટમાં થયો હતો વિવાદ! | tara sutaria and veer pahariya relationship broke up after ap dhillon concert reports


Tara Sutaria Veer Pahariya Breakup: બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક એવી તારા સુતરિયા અને વીર પહારિયાની જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે તારા અને વીર હવે અલગ થઈ ગયા છે. જો કે હજુ થોડા મહિના પહેલા જ આ બંનેએ પોતાના સંબંધોની જાહેરાત દુનિયા સામે કરી હતી. તેમજ લોકોને પણ આ જોડી ખૂબ ગમતી હતી, પણ હવે અચાનક તેમના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. 

કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?

રિપોર્ટ્સ અનુસાર, તારા અને વીરે વર્ષ 2025ની શરૂઆતમાં ડેટિંગ શરૂ કરી હતી. શરૂઆતમાં બંને પ્રાઈવેટ આઉટિંગમાં સાથે જોવા મળતા હતા, જેના કારણે અટકળો તેજ થઈ હતી. વર્ષ 2025ના મધ્ય સુધીમાં બંનેએ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેઓ રિલેશનશિપમાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમની કેમિસ્ટ્રીના ખૂબ વખાણ થતા હતા.

AP Dhillonના કોન્સર્ટનો એ વિવાદ

થોડા સમય પહેલા મુંબઈમાં સિંગર એપી ધિલ્લોનના કોન્સર્ટ દરમિયાન એક કિસ્સો બન્યો હતો જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ કોન્સર્ટમાં એપી ધિલ્લોને તારાને કિસ કરી હતી, તે સમયે તેનો બોયફ્રેન્ડ વીર ત્યાં જ હાજર હતો. વીરનું રિએક્શન તે સમયે ઘણું વાઈરલ થયું હતું અને માનવામાં આવી રહ્યું હતું કે તે આ ઘટનાથી નારાજ હતો.

જોકે, બાદમાં તારાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘ખોટી અફવાઓ અને ચાલાકીથી એડિટ કરેલા વીડિયો અમને હલાવી શકતા નથી.’ વીરે પણ સ્પષ્ટતા કરી હતી કે તેના રિએક્શનનો વીડિયો કોઈ અલગ ગીત દરમિયાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: શત્રુધ્ન સિંહાએ રીના રોયને ડિઅર ફ્રેન્ડ ગણાવી બર્થ ડે વિશ પાઠવી

બ્રેકઅપનું કારણ શું?

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, બ્રેકઅપ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને બંનેમાંથી કોઈએ પણ આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું નથી. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં વીરે જણાવ્યું હતું કે તેમની પહેલી ડેટ પર તેણે પિયાનો વગાડ્યો હતો અને તારાએ આખી રાત ગીતો ગાયા હતા. આટલા ડીપ કનેક્શન બાદ અચાનક અલગ થવાના સમાચારથી ફેન્સ નિરાશ છે.

તારા સુતરિયાનું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા સુતરિયા ટૂંક સમયમાં ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર યશ, કિયારા અડવાણી અને હુમા કુરેશી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાંથી તારાનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.


તારા સુતરિયા અને વીર પહારિયાનું બ્રેકઅપ? જાણીતા સિંગરની કોન્સર્ટમાં થયો હતો વિવાદ! 2 - image



Source link

Related Articles

Back to top button