मनोरंजन

અક્ષય અને વિદ્યા બાલનની ફિલ્મમાં રાશિ ખન્નાની એન્ટ્રી | Rashi Khanna’s entry in Akshay and Vidya Balan film



– અનીસ બઝમીની ફિલ્મમાં સાઈન કરાઈ

– અગાઉ આ રોલ માટે દિશા પટાણી તથા ફાતિમા સના શેખનાં નામો ચર્ચામાં હતાં

મુંબઇ : રાશિ ખન્ના અનીસ બઝમીની આગામી ફિલ્મમાં અક્ષય કુમાર તથા વિદ્યા બાલન સાથે સ્ક્રીન શેર કરશે. 

અગાઉ આ રોલ માટે દિશા પટાણી અને ફાતિમા સના શેખના નામ ચર્ચામાં હતા, પરંતુ  છેવટે આ રોલ રાશિને ફાળે ગયો છે.  જોકે આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.રિપોર્ટના અનુસાર ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. 

આ ફિલ્મ દ્વારા અનીસ બઝમી અને અક્ષય કુમાર લગભગ ૧૫ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. 

આ ઉપરાંત અક્ષય કુમાર એ વિદ્યા બાલન આશરે છ વર્ષ પછી સ્ક્રીન શેર કરવાનાં છે. 

ઉલ્લેખનીય છે કે, અનીસ બઝમી અને અક્ષય કુમાર વેલકમ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમજ અક્ષય અને વિદ્યા બાલનની જોડી ૬ વરસ પછી રૂપેરી પડદે સાથે જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button