गुजरात

થાનના દિવ્યાંગ રત્નએ ગોળા ફેંકમાં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો | Thane’s Divyang Ratna secures third position at state level in shot put



રાજ્યકક્ષા
બાદ નેશનલ લેવલે નામ રોશન કરવાનું લક્ષ્ય

ગંભીર
બીમારી છતાં જન્મજયસિંહ રાણાએ હાર ન માની
,
અનેક ઓપરેશન બાદ પણ મેદાન માર્યું

થાન – 
થાનગઢના વતની અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા જન્મજયસિંહ રાણાએ
રાજ્ય કક્ષાની ગોળા ફેંક (શોટ પુટ) સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી
ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.

જન્મથી
સ્પાયના
બાયફીડા
નામની ગંભીર બીમારીને કારણે તેઓ ચાલી શકતા ન હતા.
અનેક સારવાર અને ઓપરેશનો નિષ્ફળ જવા છતાં
, તેમણે પોતાની
શારીરિક મર્યાદાને ક્યારેય નબળાઈ બનવા દીધી નથી. તેમના દાદા જશવંતસિંહ રાણાની
અવિરત હિંમત અને કસરતને કારણે આજે તેઓ ટેકા સાથે ચાલી શકે છે. પરિવાર અને શાળાના
શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેમણે રમતગમતમાં ઝંપલાવ્યું અને પોતાની અદભૂત ક્ષમતા
સાબિત કરી બતાવી.

તાલુકા
કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ
,
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેડલ જીતીને તેમણે સૌને પ્રભાવિત કર્યા
છે. જન્મજયસિંહ આ સફળતાનો શ્રેય તેમના દાદા અને ગુરુજનોને આપે છે. તેમણે જણાવ્યું
કે
, ‘અડગ મનોબળ હોય તો શારીરિક અક્ષમતા ક્યારેય આડે આવતી
નથી.
હવે તેમનું એકમાત્ર લક્ષ્ય નેશનલ લેવલ સુધી પહોંચીને
દેશ માટે સુવર્ણ પદક જીતવાનું છે. તેમની આ સફર આજે ગુજરાતના અનેક યુવાનો અને
ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.



Source link

Related Articles

Back to top button