કચ્છના નાના રણમાં વન વિભાગે અગરિયાઓને નોટિસ ફટકારી | Forest department issues notice to Agarias in Kutch’s small desert

![]()
ઘુડખર
અભયારણ્યમાં દબાણના મુદ્દે
અગરિયાઓને
આધાર-પુરાવા રજૂ કરવા આદેશ ઃ હજારો પરિવારને રોજગારી છીનવાઈ જવાની ચિંતા
અગરિયાઓની
કાયમી હક આપવા માંગ
પાટડી –
સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા કચ્છના નાના રણમાં મીઠું પકવતા
અગરિયાઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. વન વિભાગ દ્વારા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર
રીતે મીઠું પકવતા હોવાનું જણાવી અગરિયાઓને નોટિસ ફટકારી છે અને જરૃરી આધાર-પુરાવા રજૂ
કરવા આદેશ આપ્યો છે.
આ
નોટિસને પગલે વર્ષોથી રણમાં પરસેવો પાડી મીઠું પકવતા પરિવારોમાં રણમાંથી હાંકી
કઢાશે તેવો ભય ફેલાયો છે. શિક્ષણ,
આરોગ્ય અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે ઝઝૂમતા અગરિયાઓ પર હવે
રોજગારી છીનવાઈ જવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
દસાડા
તાલુકાના અંદાજે ૪૦૦૦ જેટલા અગરિયાઓ અંગ્રેજોના સમયથી અહીં મીઠું પકવે છે. અગરિયા
હિતરક્ષક મંચ અને સ્થાનિક આગેવાનોએ આ મામલે ભાજપના ધારાસભ્યની આગેવાનીમાં ગાંધીનગર
ખાતે મંત્રીને રજૂઆત કરી છે. અગરિયાઓની માંગ છે કે સરકાર દ્વારા તેમને કાયમી હકો
ફાળવવામાં આવે જેથી હજારો પરિવારોની રોજીરોટી જળવાઈ રહે. વન વિભાગની આ કાર્યવાહી
બાદ અગરિયાઓનું ભવિષ્ય હવે સરકારના નિર્ણય પર નિર્ભર છે.



