मनोरंजन
નઈ નવેલીમાં ક્રિતીની જગ્યાએ યામી ગૌતમ ગોઠવાઈ ગઈ | Yami Gautam replaces Kiara in Nayi Naveli

![]()
– યામી પહેલીવાર હોરર કોમેડી ફિલ્મ કરશે
– આનંદ એલ રાયની હોરર કોમેડી ઉત્તર ભારતની લોકકથા આધારિત હશે
મુંબઈ : આનંદ એલ રાયની હોરર કોમેડી ‘નઈ નવેલી’માં યામી ગૌતમને મુખ્ય ભૂમિકા મળી છે. આ રોલ માટે અગાઉ ક્રિતી સેનનનું નામ ચર્ચાયું હતું. જોકે, ક્રિતી પાસે બીજા અનેક પ્રોજેક્ટ હોવાથી તે તારીખો ફાળવી શકે તેમ ન હતી.
યામીએ અત્યાર સુધી મોટાભાગે ગંભીર ભૂમિકાઓ જ ભજવી છે.
પહેલીવાર તે કોઈ હોરર કોમેડીમાં જોવા મળશે.
આનંદ એલ રાયે ઉત્તર ભારતની એક લોકકથાના આધારે ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવી છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી શરુ થાય તેવી ધારણા છે. જોકે, અન્ય કલાકારો વિશે હજુ કોઈ માહિતી અપાઈ નથી.
બોલિવુડમાં છેલ્લા કેટલાય સમયથી હોરર કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં હવે આ વધુ એક ફિલ્મનો ઉમેરો થશે.



