गुजरात

કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corporation system has been successfully revived



     

  અમદાવાદ,ગુરુવાર,8 જાન્યુ,2026

અમદાવાદમાં વ્યાપક બનતા જતા પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં
લેવા કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યુ છે. શહેરમાં ૧૭૦ જેટલા વોટર જગ સપ્લાયર
રજિસ્ટર્ડ છે. આ તમામે તેમના આઉટલેટ સપ્લાય સાથે કલોરીન ઉમેરવુ પડશે.ઉપરાંત
કોર્પોરેશનના જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરના ગુ્પમાં તેના ફોટા પણ મોકલવા
પડશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ) ભરત પરમારે કહયુ,હાલમા પાણીજન્ય
કેસોને ધ્યાનમા રાખીને વોટર જગ સપ્લાયર રહેણાંક અને કોમર્શિયલ એકમોમા પીવાનુ પાણી
કલોરીનયુકત પહોંચાડે એ જરુરી છે. તમામ વોટરજગ સપ્લાયર સાથે આ અંગે બેઠક કરી હોવાનો
તેમણે દાવો કર્યો હતો.આ ઉપરાંત જે સ્થળે તેઓ વ્યવસાય કરતા હોય તે સ્થળે પાણી ભરતા
પહેલા જગને સ્વચ્છ કરી સપ્લાય કરવામા આવતા પાણીમા કલોરીન નિયમ મુજબ છે કે નહીં તે
ટેસ્ટ કરી કલોરીન યુકત પાણી સપ્લાય કરવાનુ રહેશે. કોર્પોરેશનની અલગ અલગ ટીમ દ્વારા
સમયાંતરે આ તમામ વોટરજગ સપ્લાયરને ત્યાં તપાસ કરાશે.નિયમોનુ પાલન નહીં કરનારા સામે
કોર્પોરેશન કાર્યવાહી કરશે.

મોટરીંગના કારણે 
પ્રદૂષિત પાણીની સમસ્યા થતી હોવાનો તર્ક

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે અનેક ચાલી વિસ્તારમા છેવાડાના
વિસ્તારમા પ્રદૂષિત પાણીની સમસ્યા જોવા મળી હોવાનુ કહયુ હતુ. આ પાછળ આગળના ભાગમા
રહેનારા પાણી મેળવવા મોટર ચલાવતા હોવાથી અંદરના વિસ્તાર સુધી અપુરતા પ્રેશરથી પણ
પાણી પહોંચતુ હોવાનો તર્ક તેમણે વહેતો કર્યો હતો.



Source link

Related Articles

Back to top button