गुजरात

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being let loose on public roads late at night



વડોદરા,શહેરમાં રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. કેટલાક અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ જતા હોય છે.મોડીરાત્રે કેટલાક સ્થળોએ જાહેર રોડ પર જ ઢોર બેસી જતા હોઇ અકસ્માતનો સતત ભય રહે છે.

કોર્પોરેશન દ્વારા જાહેર રોડ પર છૂટ્ટા મૂકી દીધેલા  ઢોર પકડવાની કામગીરી ફારસરૃપ પુરવાર થઇ રહી છે. ઢોર પાર્ટીનો સ્ટાફ મોટાભાગે દિવસે ઢોર પકડવા નીકળતો હોઇ હવે પશુમાલિકો રાત્રિના સમયે ઢોર છૂટ્ટા મૂકે છે.મોડીરાત્રે રોડ પર ઢોરના કારણે અકસ્માતો થાય છે. ગઇકાલે ઢોર પાર્ટીનો સ્ટાફ વારસિયા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન વારસિયા તળાવ  પાસેથી રાત્રે સાડા નવ વાગ્યે એક ગાયને  પકડી હતી. વારસિયા  પોલીસે પશુમાલિક રામલખન બૈજનાથ યાદવ (રહે. વાસવાણી કોલોની, વારસિયા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેતા પશુમાલિકોને જ્યારે નાગરિકો દ્વારા ટોકવામાં આવે છે. નંબર પ્લેટ વગરની બાઇક લઇને નીકળતા પશુમાલિકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મોટાભાગના પશુમાલિકોની બાઇકની નંબર  પ્લેટ તૂટેલી કે  ચેડાં કરેલી હોય છે. 



Source link

Related Articles

Back to top button