गुजरात

UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the name of setting up in UK



વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા એક યુવકને તેના મિત્ર તેમજ યુકેમાં રહેતા અન્ય સાગરીતોએ નોકરી અપાવવાની લાલચ આપી રૃ.૧૯.૬૪લાખ પડાવી લેતાં તેણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ન્યુ વીઆઇપી રોડ  પર અનન્યા હાઇટ્સ ખાતે રહેતા હાર્દિક નિકુંજભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,મારી નજીકમાં રહેતો મિત્ર યુકેમાં સ્થાયી થયો હોવાથી તેણે મને સારી નોકરી અપાવવાની વાતોમાં ફસાવ્યો હતો.

મિતુલ શાહ અને તેના સાગરીતોએ રહેવા-જમવા સાથેની નોકરીની વાત કરી ઓફર લેટર મોકલતાં તેમને કુલ રૃ.૧૯.૬૪ લાખ ચૂકવ્યા હતા.જે રકમ માટે દાગીના પણ વેચવા પડયા હતા અને સંબંધીઓ પાસે ઉછીની રકમ પણ લેવી પડી હતી.

યુવકના કહ્યા મુજબ,ત્યારબાદ યુકેમાં રહેતા આરોપીઓની વર્તણૂક બદલાઇ ગઇ હતી અને ધાકધમકી આપવા માંડી હતી.તેમનો લેટર પણ બોગસ જણાઇ આવ્યો હતો.જેથી આ અંગે હરણી પોલીસને જાણ કરતાં પોલીસે મિતુલ શાહ,ધુ્રવી પટેલ(પંચામૃત રેસિડેન્સી, સમા-સાવલી રોડ,હાલ યુકે), તિર્થ કુમાર પટેલ અને સાજેદ ચૌધરી(તમામ હેસ્ટિંગ રોડ,યુકે) સામે ગુનો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button