વેનેઝુએલાના કાર્યકારી ઉપપ્રમુખ ટ્રમ્પની પોલ ખોલી, માદુરોની ધરપકડ કરવા પાછળનું જાહેર કર્યું કારણ | Other Venezuela Leader Slams US Says It Was Always About Oil

![]()
Delcy Rodriguez Attack On Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સૈનિકોએ વેનેઝુએલામાં ઘુસીને નિકોલસ માદુરો (Nicolas Maduro)ની ધરપકડ કર્યા બાદ અનેક દેશો અમેરિકાની ટીકા કરી રહ્યા છે. હવે વેનેઝુએલના કાર્યકારી ઉપરાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગેજે અમેરિકાની પોલ ખોલી ટ્રમ્પ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ નશીલા પદાર્શોની તસ્કરી, લોકશાહી અને માનવાધિકાર પર સંકટ સહિતના વેનેઝુએલા પર જે આક્ષેપ કર્યા છે, તે ખોટા છે. અમેરિકાના દ્વારા વેનેઝુએલા પર દબાણ કરવાનું અસલી કારણ ઊર્જા સંપત્તિ છે.’
ટ્રમ્પના નિવેદન બાદ રોડ્રિગેજે આપ્યો જડબાતોડ જવાબ
વાસ્તવમાં તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું છે કે, ‘અમેરિકાને વેનેઝુએલાની સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને અમેરિકા વેનેઝુએલા અને તેમના વિશાળ તેલ ભંડાર પર વર્ષો સુધી નિયંત્રણ કરશે.’ ટ્રમ્પના આ નિવેદન બાદ રોડ્રિગેજે (Delcy Rodriguez) સંસદને સંબોધિત કરતી વખતે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. રોડ્રિગેજે અમેરિકા પર ડ્રગ્સ, લોકશાહી સહિતના ખોટા દાવા કર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાની નજર અમારા તેલ પર છે, તેથી તેઓ અમારા પણ દબાણ કરી રહ્યા છે.
રોડ્રિગેજે અમેરિકાના આરોપો ફગાવ્યા
વેનેઝુએલની કાર્યકારી ઉપરાષ્ટ્રપ્રમુખે વધુમાં કહ્યું કે, ‘તમે બધા જાણો છો કે, અમેરિકાને ઊર્જાની લાલચ છે, તેથી તેઓ આપણા દેશના સંશાધનો પડાવવા માંગે છે. અમેરિકાએ ડ્રગ્ર ટ્રાફિકિંગ, લોકશાહી અને માનવાધિકાર પર ખતરાની માત્ર ખોતી વાતો કરી છે, જે માત્ર બહાના છે.’
અમારો દેશ ઊર્જાની મહાશક્તિ : રોડ્રિગેજ
રોડ્રિગેજે કહ્યું કે, ‘અમારો દેશ ઊર્જાની મહાશક્તિ છે, તેથી અમે મોટી સમસ્યામાં મુકાયા છીએ, કારણ કે તમે બધા જાણો છો કે, અમેરિકાની નજર આપણા તેલ પર છે, તેથી તેઓ આપણા દેશના સંશાધનો પર કબજો જમાવવા માંગે છે. પહેલેથી જ ખતરો હતો કે, વેનેઝુએલાનું તેલ અમેરિકાને સોંપી દેવામાં આવશે.’
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારો દેશ અન્ય દેશો સાથે ઊર્જા ભાગીદારી અને કોમર્શિયલ સમજૂતીઓ કરવા માટે તૈયાર છે. અમે અમારા વિશાળ તેલ અને ગેસ ભંડાર મામલે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અન્ય દેશો સાથે સમજૂતીઓ કરવા તૈયારી છીએ. વેનેુએલા તમામ ઊર્જા સંબંધો વિકસાવવા માટે તૈયાર છે, જેમાં તમામ પક્ષોને લાભ થવો જોઈએ. અમારી સાથે સમજૂતી કરનારા દેશોના કરારોમાં આર્થિક સહયોગનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.’


