गुजरात

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint of abuse couple by landlord against caste saying you can’t afford to buy a house



Vadodara : વડોદરાના વાસણા ભાયલી રોડ પર દંપતિને મકાન માલિક મહિલા સહિત બે જણાએ તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તમને મકાન આપીને અમે ભૂલ કરી છે. ઉપરાંત જાતિ વિરુદ્ધ ગાળો આપી હતી જેથી મહિલાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મકાન ખરીદનાર મહિલાના પતિ કરાર મુજબ હપ્તો પણ ભરતા હતા પરંતુ તેમને હાર્ટની બીમારી હોય ખર્ચ વધી જતા હપ્તા રહી ગયા હતા.

વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલી શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા મિનાક્ષીબેન પ્રિતેશભાઈ જાદવે ફરીયાદ કરી હતી કે હું છેલ્લા એક મહિનાથી ઓપી રોડ પર આવેલા સ્માઈલ કલીનીક ખાતે નોકરી કરું છું. મારા પતિ ગત 1 જાન્યુઆરીના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મરણ ગયો હતો. તારે મારા પતિ પ્રિનેશભાઈ કાંતીલાલ જાદવ વડોદરા દિવાળીપુરા કોર્ટમા સરન્ડર થયેલ હોય મારા પતિને સજા કરવામાં આવેલ હતી. જેથી મારા પતિને નિરજ ભાટીયા નામના માણસ સાથે મકાન બાબતે સંપર્ક થયેલ હતો અને નીરજ ભાટિયા તથા તેમની પત્ની શિલ્પાબેન ભાટિયાની માલિકીનું મકાન મોજે મકાન શ્રીમ ગેલેક્સી કે જ્યાં અમે હાલ રહીએ છીએ તે મકાન વેચાણ બાબતેની વાતચીત મારા પતિએ નીરજ ભારીયા સાથે કરેલ હતી અને એક તરફે નીરજ ભાટિયા તથા તેમના પત્ની શિલ્પાબેન ભાટિયા તથા બીજી તરફે મારા પતિ વચ્ચે મકાન બાબતેનું સમજૂતી કરાર નોટરી રૂબરૂ કરી હતી સમજૂતી કરારમાં મકાન પર લોન ચાલતી હોય તેમાં બાકી રહેતા હપ્તા અમારે એટલે કે મારા પતિએ ભરવાના થશે તેવું લખાણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ અમો પરિવાર સાથે હાલમાં જે મકાનમાં રહીએ છીએ ત્યાં રહેવાં માટે આવેલા હતા. દર મહીને હપ્તા  નિયમિત રીતે ભરતા હતા પરંતુ ૫તિને હૃદયની બીમારી હોય અને તેઓની સારવારનો ખર્ચ ખૂબ જ વધારે થતો હોય જેથી છેલ્લા દસેક મહિનાથી મારા પતિએ સમજૂતી કરાર મુજબના હપ્તા ભરેલ નહીં જેથી નીરજ ભાટિયાએ મારા પતિ પાસેથી ચેક લીધેલ હતા. ત્યારબાદ આશરે દશેક મહિના પહેલા હું સાજના આશરે આઠેક વાગ્યે મારા ઘરે હોય તે વખતે શિલ્પાબેન ભાટિયા મારા ઘરે આવેલા અને મકાનમાં વિડીયોગ્રાફી કરવા લાગેલ હતા. તે વખતે મેં તેઓને વિડીયોગ્રાફી કેમ કરો છો તેમ પુછતા મહીલાએ 

મને જણાવેલ કે તુમ હલકે લોગ હો હમને તુમકો મકાન દેકર ગલતી કર દી હૈ તુમ્હારે નોકરી કા ઠીકાના નહીં, હૈ ઔર મકાન લેને ચલે હો તેમ જણાવી મારી સાથે ગાળાગાળી કરી અને મારા ઘરેથી જતા હતા. પોલીસે જાતિ વિરૂદ્ધ ગાળો આપનાર શિલ્પા અને નીરજ ભાટિયા વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button