गुजरात

અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને દબોચ્યો | Crime Branch Busts High Profile Illegal Spa Racket in Ahmedabad



Illegal Spa Racket in Ahmedabad: અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ ‘ધ વિશ સ્પા’ પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી છે અને પાંચ મહિલાઓને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવી છે.

ક્રાઈમ બ્રાન્ચનું ‘માસ્ટરપ્લાન’ ઓપરેશન

મળતી માહિતી અનુસાર, બોડકદેવમાં આવેલા આ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક ચોકસ પ્લાન ઘડ્યો હતો. પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને સ્પાની અંદર મોકલ્યો હતો. આ દરમિયાન એક મહિલાને વધુ સેવાઓ માટે ઓફર કરવામાં આવી અને પૈસા માંગવામાં આવ્યા, ત્યારે તરત જ ડમી ગ્રાહકે ઈશારો કર્યો અને બહાર ઉભેલી પોલીસે અંદર ત્રાટકી દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો:બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

તપાસમાં થયેલા ઘટસ્ફોટ

દરોડા દરમિયાન પોલીસને અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સ્પા ચલાવતા 30 વર્ષીય ભૂપેન્દ્ર રાજપૂતની અટકાયત કરવામાં આવી છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર ચલાવતો હતો. આ સ્પામાં 5 મહિલાઓ કામ કરતી હતી. આરોપી શહેરની બહારથી મહિલાઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો અને ગ્રાહક દીઠ કમિશન આપવામાં આવતું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્પામાં કુલ 12 રૂમ બનાવવામાં આવ્યા હતા, જેમાં 10 મસાજ રૂમ, એક સ્ટાફ રૂમ અને એક વેઇટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ રૂમોનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત તપાસ દરમિયાન ડિજિટલ મોડ દ્વારા લાખોના વ્યવહારોના પુરાવા મળ્યા છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ (PITA Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કયા મોટા એજન્ટો સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા ગ્રાહકો અહીં સંપર્કમાં આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button