गुजरात

અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ | Congress protests over dirty drinking water issue in Ahmedabad


Ahmedabad News : અમદાવાદ શહેરના અંદાજે 26 જેટલાં વિસ્તારોમાં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ સાથે આજે(8 જાન્યુઆરી) કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ, વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને અનેક કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ હાથમાં પ્રદૂષિત પાણીની બોટલો અને પોસ્ટરો લઈને વિરોધમાં જોડાયા હતા. ગાંધીનગર અને ઈન્દોર જેવા શહેરોમાં દૂષિત પાણીથી થયેલી બીમારીઓ અને મોતના દાખલા આપીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પીવાના ગંદા પાણી મામલે કોંગ્રેસનો વિરોધ

વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને રોકવા માટે મેયર ઓફિસની બહારની જાળીઓને તાળા મારી દેવામાં આવ્યા હતા. મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપવા પહોંચેલા વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને અંદર પ્રવેશતા અટકાવવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. 

અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ 2 - image

કાર્યકર્તાઓએ ‘હાય રે મેયર’ અને ‘ભાજપ સરકાર હાય હાય’ ના નારા લગાવી તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને મેયરને રૂબરૂ મળીને જનતાની સમસ્યા અંગે રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવાય તો આંદોલનની ચીમકી

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે મેયર ઓફિસ બહાર દૂષિત પાણી ભરેલી બોટલ બતાવી નિવેદન આપતા જણાવ્યું હતું કે, “આ કોઈ બ્લેક કોફી નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા જનતાને પીરસવામાં આવતું ઝેર સમાન ગંદુ પાણી છે. જે જનતા નિયમિત ટેક્સ ભરે છે તેને ટાઈફોઈડ અને કોલેરા ભેટમાં મળી રહ્યા છે. જો આ પ્રદૂષિત પાણી પીવાથી શહેરમાં કોઈપણ નાગરિકનું મૃત્યુ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મેયર અને મ્યુનિસિપલ તંત્રની રહેશે.”



Source link

Related Articles

Back to top button