જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB raid at gambling club running in Sevak Bharudia in Lalpur Jamnagar: 24 accused arrested

![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભરૂડીયા ગામની સીમમા ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી. ની ટુકડીએ દરોડો પાડયો હતો, ત્યારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ટુકડીએ ધોડીપાસા રમતા 24 ઇસમોને રોકડ રકમ, ઇકો ગાડી, મો.ફોન, ધોડીપાસાના સામાન સહિત કુલ રૂપિયા 15,78,000 ની માલમતા કબજે કરી છે.
લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામમાં વાડી વિસ્તારમાં (1) દોસ્તમામદ જુમાભાઇ ખીરા (રહે.મસીતીયા ગામ) તથા (2) કિશન મનસુખભાઈ મકવાણા (રહે.જામનગર, વાળા) બન્ને ઇસમો મળી બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે ગઈકાલે એલસીબી ટુકડી ત્રાટકી હતી, આ વેળાએ નાસભાગ થઈ હતી.
આ દરોડા સમયે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા (1) દોસમામદ જુમાભાઇ ખીરા (ધંધો ખેતી, રહે. કનસુમરા તા.જી. જામનગર) (2) અનવરમિયા આમદમિયા સાહમદાર (ધંધો. મજુરી રહે. શંકર ટેકરી જામનગર), (3) રઇસ સલીમભાઈ કુરેશી (ધંધો. મજૂરી રહે. રાંદલ નગર જામનગર), (4) ગિરીશ છમનમલ રાજાણી (ધંધો.મજુરી રહે.નાનકપુરી જામનગર), (5) ઇલિયાસ ઈકબાલ ધ્રોલિયા ગરાણા (ધંધો મજૂરી રહે. મોરકંડા રોડ સનસીટી,જામનગર), (6) દિનેશ ઉર્ફ ટકો રમણીકભાઈ લખીયાર (ધંધો. મજુરી રહે.ખંભાળિયા નાકા બાહાર નાગર ચકલો જામનગર), (7) ફિરોજ ઉર્ફ પપ્પુ હુસેનભાઈ ખફી (ધંધો મજુરી રહે.વોરા હજીરા નાગેશ્વર જામનગર), (8) કલ્પેશ બાલમુકુંદભાઈ પંડ્યા (ધંધો.મજૂરી રહે. કિસાનચોક જામનગર), (9) અશરફ ઉર્ફ ટીપો મામદભાઈ ખફી (ધંધો મજૂરી રહે.સોનાપુરી સ્મશાન જામનગર)ની અટકાયત કરી હતી.
ઉપરાંત(10) હનીફ ઇસ્માઈલ હમીરાણી (ધંધો. મજૂરી રહે.ગુલાબ નગર પહેલો ઢાળીયો જામનગર), (11) અહેમદ કાસમભાઇ હાલાણી (ધંધો.મજૂરી રહે.નાગનાથ ગેટ જુનો કુંભારવાડો જામનગર), (12) રવજી નારણ વાઘોણા (ધંધો મજૂરી રહે.શંકર ટેકરી સુભાષપાર્ક જામનગર), (13) ઇમરાન ઉર્ફે ઇભુડો અબુભાઈ પતાણી (ધંધો.મજુરી રહે.હર્ષદ મીલની ચાલી જામનગર), (14) જાવીદ ઈબ્રાહીમ ખફી (ધંધો. મજૂરી રહે.કેવડા પાઠશાળા સામે ધરાનગર જામનગર), (15) મોહમ્મદ ઉર્ફે કારો બોદુંભાઈ ખીરા (ધંધો મજૂરી રહે.નાની માટલી તા.જી.જામનગર), (16) જયમીન મુકેશભાઈ નરેલા (ધંધો નોકરી રહે.પટેલ કોલોની જામનગર), (17) અબ્દુલ યુસુફભાઈ ખફી (ધંધો. મજુરી રહે ગુલાબ નગર જામનગર), (18) જયેશ હરદાસભાઇ માંગલીયા (ધંધો-મજૂરી રહે.ભથાણ ચોક દ્વારકા), (19) ચેતન રણછોડભાઈ રાઠોડ (ધંધો મજૂરી રહે.જગાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા), (20) બકુલ હેમંત કાપડી (ધંધો. મજૂરી રહે.જકાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા), (21) ભાવેશભાઈ દિનેશભાઈ સામાણી (ધંધો.મજુરી રહે. ગરબી ચોક દ્વારકા), (22) લક્ષ્મણ ઈશ્વરલાલ થારવાની (ધંધો.વેપાર રહે.એરફોર્સ એરીયા ટીવી સ્ટેશન પાસે દ્વારકા તેમજ (23) નવાઝ મુસાભાઈ કોટા (રહે. કોટા ગામ ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા), અને (24) સંજય હરદાસભાઇ માતકા (ધંધો.મજુરી રહે.નરસંગ ટેકરી દ્વારકા)ની અટકાયત કરી છે, જ્યારે રૂપીયા 6,12,000 ની રોકડ રકમ બે નંગ ઇકો કાર, 10 નંગ મોબાઇલ ફોન સહિત મળી કુલ રૂપિયા 15,78,000નો મુદામાલ કબજે કર્યો છે. આ દરોડા સમયે કિશન મનસુખભાઈ મકવાણા (રહે. જામનગર,નાગેશ્વર કોલોની, અને અલ્પેશ ઈબ્રાહીમભાઇ અમરેલીયા (રહે. જુનાગઢ) પોલીસને જોઈને ભાગી છુટ્યા હોવાથી બંનેને ફરાર જાહેર કરીને શોધખોળ હાથ ધરાઈ છે.



