વડોદરામાં મંગળ બજાર-લહેરીપુરામાં દબાણ હટાવો ઝુંબેશ કેટલા દિવસ રહેશે એ એક સવાલ | question is how long campaign to remove encroachment in Mangal Bazar Laheripura in Vadodara

![]()
Vadodara Corporation : વડોદરા શહેરમાં ટ્રાફિકથી ધમધમતા નવા બજારમાં મોડી રાત્રે મ્યુનિ. કમિ.ની ઓચિંતી મુલાકાત બાદ ગેરકાયદે ઓટલા રાતોરાત તોડી નંખાયા હતા. ત્યારબાદ લહેરીપુરા મંગળ બજારમાં પણ દબાણ શાખાની ટીમ રાખતી હતી. જોકે આજે વહેલી સવારથી જ ખંડેરાવ માર્કેટ આસપાસના ફૂલ બજાર સહિત, લારી ગલ્લા અને દુકાનો બહાર રખાયેલા ફ્રૂટ તથા અન્ય માલ સામાન પર ત્રાટકેલી દબાણ શાખાએ એક ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો.
જોકે આજે પણ મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં દબાણ શાખાનું પેટ્રોલિંગ યથાવત રહ્યું હોવાના કારણે આ રોડ રસ્તા પર વાહનોનો સતત ધમધમાટ રહ્યો હતો. હવે તંત્રનું પેટ્રોલિંગ કેટલા દિવસ રહે છે એ જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે નવા બજાર વિસ્તારમાં રાતોરાત દુકાનોના ગેરકાયદે ઓટલા તોડી નંખાયા બાદ લહેરીપુરા, મંગળ બજાર વિસ્તારમાં પણ ત્રાટકેલી દબાણ શાખાએ દુકાનો ના લટકતા લટકણીયા, લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરીને સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જ્યારે બીજી બાજુ લારી ગલ્લા પથારાવાળાઓએ પોતપોતાના ધંધા રોજગારના સમય બદલી નાખ્યા હતા. પાલિકાની દબાણ શાખાનું પેટ્રોલિંગ શરૂ થાય એ અગાઉ વહેલી સવારથી દબાણો યથાવત થઈ જતા હતા પરંતુ નિયત સમયે પેટ્રોલિંગ શરૂ થતા લારી ગલ્લાના દબાણો સહિત દુકાનદારોના લટકણીયા તાત્કાલિક ધોરણે આપોઆપ હટી ગયા હતા.
દરમિયાન દબાણ શાખાની ટીમ આજે ખંડેરાવ માર્કેટની આજુબાજુના વિસ્તારમાં થતા ગેરકાયદે લારી-ગલ્લા-પથારા અને ખુમચાઓના દબાણ હટાવવા સહિત દુકાનો આગળ ખડકાયેલા ફ્રુટ સહી ધન્ય ચીજ વસ્તુઓના દબાણો પૈકી એક ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે કરી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
હવે એ જોવાનું રહે છે કે મંગળ બજાર, લહેરીપુરા સહિત કેટલીક જગ્યાએ શરૂ કરાયેલું પેટ્રોલિંગ કેટલા દિવસ યથાવત રહે છે? કે પછી વો હી રફતાર મુજબ લહેરીપુરા મંગલ બજારના રસ્તાઓ વાહનોથી ધમધમતા થયા બાદ કાયમી ધોરણે ચાલુ રહેશે કે કેમ એ પણ એક સવાલ છે.



