गुजरात

વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર | Prisoner absconds after not returning to jail after being released on parole in Vadodara



Vadodara Central Jail : વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપતા પાકા કામના કેદીએ વચગાળાના જામીન પર 14 દિવસ માટે મુક્ત થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા મધ્યસ્થ જેલમાં જયુડીશીયલ જેલર જે કે તડવી ફરિયાદ નોંધાવી છે કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા પાકા કેદી દિપકભાઈ ઉર્ફે દાજી મલાભાઈ પગી, (રહે. વેણા તા. સંતરામપુર જી.મહિસાગર) પોકસોના ગુનામાં નામ એડી.સેશન્સ કોર્ટ લુણાવાડા દ્વારા 10 વર્ષની કેદ તથા દંડ રૂ.11 હજારનો દંડ ભરવાની સજા કરવામાં આવી હતી. કેદીએ પરીવારને મદદરૂપ થવા જવાના કારણસર દિન-14 માટે 1 ડિસેમ્બરના રોજ વચગાળા જામીન પર મુક્ત કરેલા અરજી કરી હતી. 11 ડિસેમ્બરના રોજ જેલમાં હાજર થવાનું હતુ પરંતુ આ કેદી હાજર નહી થતા બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે આ કેદીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button