दुनिया

3 બાળકની માતાને ICE એજન્ટે ગોળી મારી દેતાં અમેરિકામાં હોબાળો, ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીનો વિરોધ | ICE Agent Fatally Shoots Woman in Car in Minneapolis Sparking Protests



US Immigration Policy: અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ વચ્ચે વધુ એક હિંસક ઘટના સામે આવી છે. મિનિયાપોલિસમાં બુધવારે, એક અમેરિકન ઇમિગ્રેશન એજન્ટ (ICE) એ કારમાં બેઠેલી 37 વર્ષીય મહિલાને ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

શું હતી સમગ્ર ઘટના?

સ્થાનિક અને સંઘીય અધિકારીઓ અનુસાર, ICE એજન્ટો મહિલાની કાર પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન, મહિલાએ કાર આગળ વધારવાનો પ્રયાસ કર્યો અને ત્યારે જ એજન્ટે ગોળી ચલાવી દીધી. મૃતક મહિલાની ઓળખ 37 વર્ષીય રૈની ગુડ તરીકે થઈ છે, જે ત્રણ બાળકોની માતા હતી. મિનેસોટાના ડેમોક્રેટ સેનેટર ટીના સ્મિથે કહ્યું છે કે આ મહિલા અમેરિકન નાગરિક હતી અને ઇમિગ્રેશન ઓપરેશનનો ટાર્ગેટ નહોતી.

રસ્તા પર ઉતર્યા દેખાવકારો

આ ઘટના બાદ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ એટલી વણસી કે ભારે હથિયારોથી સજ્જ ફેડરલ એજન્ટોને ગેસ માસ્ક પહેરીને ઉતરવું પડ્યું અને ભીડને વિખેરવા માટે કેમિકલ ઇરિટન્ટ્સનો ઉપયોગ કરવો પડ્યો.

રાજકીય બબાલ અને નેતાઓની પ્રતિક્રિયા

ગવર્નરનો ટ્રમ્પ પર હુમલો: મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે આ ફાયરિંગને લઈને ટ્રમ્પ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “અમે અઠવાડિયાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે ડર અને સનસનાટીભર્યા સમાચારો ફેલાવતી આ કાર્યવાહીઓ કોઈનો જીવ લેશે. આજે એ જ થયું. આ ‘રિયાલિટી ટીવી સ્ટાઈલ’ શાસન છે અને તેની કિંમત એક વ્યક્તિએ પોતાનો જીવ આપીને ચૂકવી છે.”

મેયર બોલ્યા- ICE શહેર છોડે: મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રેએ એ દાવાને ફગાવી દીધો કે એજન્ટે આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી. તેમણે કહ્યું કે ઘટનાનો વીડિયો એક અલગ જ કહાણી બયાન કરે છે. ફ્રેએ સીધા જ ICEને શહેર છોડવાની અપીલ કરી.

ન્યૂયોર્કના મેયરનું નિવેદન: ન્યૂયોર્કના મેયર મમદાનીએ પણ નિવેદન જારી કરીને કહ્યું, “આ હત્યા છે. ICE દેશભરમાં અમારા પાડોશીઓ પર હુમલો કરી રહ્યું છે. ન્યૂયોર્ક આજે અને દરરોજ વસાહતીઓ સાથે ઉભું છે.”

ટ્રમ્પ પ્રશાસને ડેમોક્રેટ શાસિત શહેરોમાં ઇમિગ્રેશન એજન્ટોની ભારે તૈનાતી કરી છે. અહેવાલો મુજબ, મિનિયાપોલિસમાં લગભગ 2,000 ફેડરલ એજન્ટો મોકલવાની યોજના હતી. આ કાર્યવાહી સોમાલી વસાહતીઓ સાથે સંકળાયેલા કથિત વેલફેર ફ્રોડના આરોપો બાદ તેજ કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button