गुजरात

મ્યુનિ.વ્યાજમાફી સ્કીમને વ્યાપક પ્રતિસાદ , સાત દિવસમાં કોર્પોરેશને ૨૪ કરોડથી વધુની વસૂલાત કરી | Widespread response to municipal interest waiver scheme



     

  અમદાવાદ,બુધવાર, 7 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેકસમાં વ્યાજ
માફી સ્કીમને કરદાતાઓ તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.સાત દિવસમાં કોર્પોરેશને રુપિયા  ૨૪.૦૧ કરોડની વસૂલાત કરી છે. ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં ૪૮૫૬ કરદાતાઓએ રુપિયા ૫.૮૯ કરોડ પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.

બાકી મિલકતવેરાની વસૂલાત માટે કોર્પોરેશને ૩૧ માર્ચ-૨૬ સુધી
વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકી છે.સાત દિવસમાં વ્યાજ માફી સ્કીમનો ૨૪
,૮૮૭ કરદાતાઓએ લાભ
લીધો છે.મધ્યઝોનના ૨૩૮૦ કરદાતાઓએ રુપિયા ૩.૬૦ કરોડ પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કર્યો
છે.ઉત્તર ઝોનમાં ૩૨૪૩ કરદાતાએ રુપિયા ૧.૭૬ કરોડ
, દક્ષિણ ઝોનમાં ૪૫૫૦ કરદાતાએ રુપિયા ૨.૪૦ કરોડ ટેકસ ભર્યો
છે.પૂર્વ ઝોનમાં ૪૮૦૩ કરદાતાઓએ રુપિયા ૨.૯૦ કરોડ
, પશ્ચિમ ઝોનમાં ૪૮૫૬ કરદાતાએ રુપિયા ૨.૮૪ કરોડના બાકી ટેકસની
ભરપાઈ કરી છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં  ૩૦૬૭
કરદાતાઓએ રુપિયા ૪.૬૩ કરોડનો પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.જુની ટેકસ ફોર્મ્યુલા મુજબ
રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ માફી
અપાશે.નવી ટેકસ ફોર્મ્યૂલા મુજબ રહેણાંક મિલકત માટે જાન્યુઆરીમાં ૮૫
, ફેબુ્આરીમાં ૮૦
તથા માર્ચમાં ૭૫ ટકા વ્યાજ માફી કરદાતાને અપાશે. કોમર્શિયલ મિલકત માટે
જાન્યુઆરીમાં ૬૫
, ફેબુ્રઆરીમાં
૬૦ તથા માર્ચ મહિનામા ૫૦ ટકા વ્યાજ માફી અપાશે.ચાલી અને ઝૂંપડપટ્ટી માટે
મિલકતવેરાના વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામા આવશે.



Source link

Related Articles

Back to top button