मनोरंजन

મસ્તી ફોર સામે કોપીરાઈટ ભંગ માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો | Copyright infringement suit filed against Masti Four in Delhi High Court



– ઓટીટી રીલિઝ પહેલાં કાનૂની વિવાદ 

– સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલા વિડીયોને મંજૂરી વિના ઉપયોગમાં લેવાયો

મુંબઇ : ‘મસ્તી ફોર’ ઓટીટી પર રિલીઝ થતાં પહેલાં જ તેના પર સંકટના વાદળ છવાયા છે.  ગત નવેમ્બરમાં રીલિઝ થયેલી આ ફિલ્મ ટિકિટબારી પર સદંતર ફલોપ ગઈ હતી. હવે ઓટીટી રીલિઝ પહેલાં એક કન્ટેન્ટ ક્રિએટરે દાવો કર્યો છે કે ફિલ્મમાં તેની મંજૂરી વિના જ તેનો એક વિડીયો ઉપયોગમાં લેવાયો છે. 

આ વિડીયોને સોશિયલ મીડિયા પર એક કરોડથી વધુ વ્યૂ મળ્યા હોવાનું કહેવાય છે. તેણે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની ફરિયાદના આધાર  હાઈકોર્ટે નિર્માતાને નોટીસ પાઠવી છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૩ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. મસ્તી ૪ના નિર્માતાઓએ આ બાબતે હજી કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

ફરિયાદીના આક્ષેપ અનુસાર ફિલ્મની વાર્તા, પાત્રો વચ્ચેના સંવાદ તથા ઘટનાક્રમ પણ પોતાની મૂળ રચના પરથી તફડાવાયા છે. 



Source link

Related Articles

Back to top button