સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો | Sir T Hospital sees 56 percent increase in patient numbers in last 5 years

![]()
– ઓપીડી, આઈપીડી અને ઓપરેશનની સંખ્યામાં પણ વધારો થયો
– વર્ષ-૨૦૨૫માં પાંચ લાખથી વધારે ઓપીડી, 50 હજારથી વધારે આઈપીડી થઈ : 9769 મેજર ઓપરેશન અને 32839 માઈનોર ઓપરેશન થયાં
ભાવનગર : ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પ્રમાણે હોસ્પિટલની ઓપીડીમાં ૫૬ ટકાનો વધારો થયો છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલની આઈપીડી, મેજર ઓપરેશન અને માઈનોર ઓપરેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૫માં પાંચ લાખથી વધારેની ઓપીડી, ૯૦ હજારથી વધારે આઈપીડી થઈ છે. તેમજ હોસ્પિટલમાં એક વર્ષમાં ૯૭૬૯ મેજર ઓપરેશન અને ૩૨૮૩૯ માઈનોર ઓપરેશન થયાં છે.
ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સરવાર લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પ્રમાણે વર્ષ-૨૦૨૧ની સરખામણીએ હોસ્પિટલીમાં સારવાર મેળવવા આવતા દર્દીઓ (ઓપીડી)ની સંખ્યામાં ૫૬.૫૧ ટકાનો વધારો થયો છે. જ્યારે હોસ્પિટલમાં એડમિટ થઈને સારવાર લેતા દર્દીઓ (આઈપીડી)ની સંખ્યામાં ૪૧.૧૫ ટકાનો વધારો થયો છે. તેમજ મેજર ઓપરેશનમાં ૪૧.૨૯ ટકા અને માઈનોર ઓપરેશનની સંખ્યા ૭૬.૯૯ ટકા વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે ગત વર્ષ-૨૦૨૫માં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. ગત વર્ષે હોસ્પિટલમાં ઓપીડી ૫૭૦૫૩૮, આઈપીડી ૫૦૩૨૬ રહી હતી. તેમજ ગત વર્ષે ૯૭૬૯ મેજર ઓપરેશન અને ૩૨૮૩૬ માઈનોર ઓપરેશન થયાં હતા. વર્ષ ૨૦૨૫માં સૌથી વધારે ઓપીડી જુલાઈમાં ૫૬૬૫૯ દર્દી અને સૌથી ઓછી ઓક્ટોબરમાં ૨૬૪૪૩ દર્દીઓની ઓપીડી થઈ હતી. તેમજ હોસ્પિટલમાં ઓગસ્ટ-૨૦૨૫માં સૌથી વધારે ૪૫૦૯ દર્દીઓ એડમિટ થયાં હતા અને સૌથી ઓછા ફેબુ્રઆરી-૨૦૨૫માં ૩૮૫૨ દર્દીઓ એડમિટ થયાં હતા અને સૌથી વધારે ૯૦૯ મેજર ઓપરેશન ડિસેમ્બર-૨૦૨૫માં અને સૌથી ઓછા જુન-૨૦૨૫માં ૭૦૯ મેજર ઓપરેશન થયાં હતા તથા સૌથી વધારે ૨૯૮૯ માઈનોર ઓપરેશન ઓગસ્ટ-૨૦૨૫માં અને સૌથી ઓછા ૨૨૪૨ માઈનોર ઓપરેશન ફેબુ્રઆરી-૨૦૨૫માં થયાં હતા.
છેલ્લા 5 વર્ષમાં હોસ્પિટલમાં સારવાર મેળવેલા દર્દીઓની વિગત
|
વર્ષ |
ઓપીડી |
આઈપીડી |
મેજર |
માઈનોર |
|
૨૦૨૧ |
૩૬૪૫૩૧ |
૩૫૬૫૨ |
૬૯૧૪ |
૧૮૫૫૨ |
|
૨૦૨૨ |
૩૯૭૫૩૦ |
૮૨૭૪ |
૭૭૧૫ |
૨૨૫૫૬ |
|
૨૦૨૩ |
૪૪૧૩૪૨ |
૪૧૬૯૨ |
૮૧૨૯ |
૨૪૯૮૧ |
|
૨૦૨૪ |
૫૫૫૫૧૪ |
૪૮૯૮૩ |
૯૨૪૪ |
૨૯૨૯૪ |
|
૨૦૨૫ |
૫૯૦૫૩૮ |
૫૦૩૨૬ |
૯૭૬૯ |
૩૨૮૩૬ |



